CIA ALERT

મોદી પ્રધાનમંડળ : 43 પ્રધાનો ઉમેરાયા, 12ની વિદાય

Share On :

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7/7/2021, બુધવારે પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સરબાનંદ સોનાવાલા અને નારાયણ રાણેને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું તો આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, આઈટી અને કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત ૧૨ પ્રધાનને પડતા મૂક્યા હતા. 

PM Modi Cabinet reshuffle Live News Updates: Narendra Modi Cabinet  Expansion Latest News, Full list of ministers in the Modi Cabinet

મે ૨૦૧૯માં બીજી મુદત માટે વડા પ્રધાનપદનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંડળમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં નવા ચહેરાઓ સહિત ૧૫ કૅબિનેટ પ્રધાન અને ૨૮ રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે.  

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં યોજવામાં આવેલા શપથગ્રહણ સમારોહમાં નવા ચહેરા સહિત ૧૫ કૅબિનેટ પ્રધાનને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. 

રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૬૯ વર્ષના નારાયણ રાણેએ સૌપ્રથમ શપથગ્રહણ કર્યા હતા. રાણે બાદ ૫૮ વર્ષના સોનાવાલાએ શપથગ્રહણ કર્યા હતા. 
કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૅબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

મધ્ય પ્રદેશના તિકમગઢથી લોકસભાના સાંસદ વીરેન્દ્રકુમાર, ઓડિશાથી રાજ્યસભાના સાંસદ અશ્ર્વિની વૈષ્ણવ, બિહારથી રાજ્યસભાના સાંસદ અને જનતા દળ (યુ)ના નેતા આર.સી.પી સિંહ, બિહારના લોકસભાના સાંસદ હાજીપુર પશુપતિકુમાર પારસે પણ કૅબિનેટના પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

કિરણ રિજિજુ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જી. કિસન રેડ્ડી અને અનુરાગ ઠાકુરની પણ કૅબિનેટ સ્તરે બઢતી કરવામાં આવી હતી. 

પ્રધાનમંડળમાં સ્થાન પામેલા નેતાઓની સરેરાશ ઉંમર ૫૮ થી ૬૧ વર્ષ જેટલી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :