ચેમ્બર ઇલેક્શન: સુરતના ઉદ્યોગો માટે ટ્રબલ શૂટર બનશે મિતીશ મોદી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ માટે આગામી તા.21મીએ યોજાનારી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષકુમાર સન્મુખલાલ મોદી શહેરના ઉદ્યોગોને કનડતા પ્રશ્નો, સમસ્યાઓ ખાસ કરીને જીએસટીને સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટે ટ્રબલ શૂટર બની શકે તેમ છે. ટેક્સેશન વિષયમાં એક્સપર્ટ તરીકે જાણીતા મિતિષ મોદી ટેક્સટાઇલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, ફૂડ એન્ડ એગ્રો, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, રીયલ એસ્ટેટ, બાંધકામ ઉદ્યોગ વગેરેની ભૂતકાળની સમસ્યાઓ દરમિયાન પણ ઉપયોગી સૂચનો કરી ચૂક્યા છે. આમેય હાલમાં મિતિષ મોદી સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તંત્રવાહકો વચ્ચે સમજૂતિ માટે કડીરૂપ બની રહ્યા છે.
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન મિતિષ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. તેઓ માને છે કે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બરએ અલગ ભાત પાડી છે હવે સમય આવી ગયો છે કે ચેમ્બરના વહીવટને આંતર રાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં આવે અને તે માટે હું સતત પ્રયાસો કરીશ.
મિતિષ મોદીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેઓ ક્યારેય કોઇપણ વિવાદમાં આવ્યા નથી. બિનવિવાદી વ્યક્તિત્વ, મૃદુભાષી એવા મિતિષભાઇ મોદી માટે કહેવાય છે કે સ્વયંભુ ઉદ્યોગપતિઓ સમર્થન આપી રહ્યા છે. 1992માં મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં મેનેજિંગ કમિટીમાં જોડાયા બાદ સતત સક્રિય રહ્યા અને ગત તા.17-18 વર્ષ માટેની ચેમ્બરની ટેક્સેશન કમિટીમાં તેઓએ ચેરમેન તરીકે અનેક મુદ્દાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સ્પષ્ટ વક્તા હોવાના કારણે મિતિષ મોદી સૌને સ્વીકાર્ય બની રહ્યા છે. સૌને સાથે લઇને ચાલવાની કાબેલિયત અને ક્ષમતા ધરાવતા મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તમામ ઉદ્યોગોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આયોજનબદ્ધ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પદ માટે ના મજબૂત ઉમેદવાર શિક્ષિત – વિઝનરી – ડેડીકેટેડ -સૌને સાથે લઈને ચાલનારા – નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મીતીશ એસ. મોદી ના ચૂંટણી કાર્યાલયનું ચેમ્બરના સભ્યો ની હાજરીમાં એક માત્ર જંગી બહુમતીના એજન્ડા ના ઉદઘોષ સાથે દીપ પ્રાગટ્ય એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


