વ્હિસ્કીની એક બોટલ 8.57 કરોડ રૂપિયામાં વેચાઇ

દારુ પીવાના શોખીન લોકોને આંચકો લાગે એટલા ભાવની વ્હીસ્કીની એક બોટલના વેચાણના સમાચારે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે. એવા સમાચાર એટલા વાઇરલ થયા છે કે 1926માં એડિનબર્ગ (યુરોપ)માં બનેલી અને અત્યાર સુધી વ્યવસ્થિત રીતે સંગ્રહી રાખવામાં આવેલી વ્હીસ્કીની એક બોટલ જેનું નામ મેકલિન છે એની કિંમત ભારતીય ચલણ મુજબ રૂ.8.57 કરોડ થવા જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ લિમીટેડ એડિશનની વિશ્વનમાં સૌથી મોંઘીદાટ બોટલને ખરીદવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે.
૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી

સ્કૉટલૅન્ડના એડિનબર્ગ શહેરમાં જૂનાં અને અલભ્ય આલ્કોહૉલિક પીણાંના ઑક્શનમાં એક વ્હિસ્કીની બૉટલે કરોડો રૂપિયામાં વેચાઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી. આ પ્રકારની વ્હિસ્કીની માત્ર ૧૨ જ બૉટલ બની હતી. એમાંથી એક બૉટલ બોન્હેમ્સ વ્હિસ્કી ઑક્શન કંપની દ્વારા ૮૬,૩૬,૨૫૦ હૉન્ગકૉન્ગ ડૉલર એટલે કે આશરે ૮.૫૭ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


