MBA પ્લેસમેન્ટ સીઝનમાં નવો ‘જોશ’ : ₹ 20 લાખનો પગાર સામાન્ય
ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.
- મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
- IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
- ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ
આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.
પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે
શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ
ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.
સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.
અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર
અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.
ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.
TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.
કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


