શહેરના સિનિયર સિટીઝન્સને મલ્હાર ગ્રુપના 11 તબીબોની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ

આજના જમાનામાં એન.જી.ઓ. બનાવીને સમાજ સેવાની જાણે ફેશન ચાલી નીકળી છે. સમાજ સેવાના ક્ષેત્રમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક પ્રકાર એવો હોય છે જેમાં કેટલાક લોકો પબ્લિસિટી મેળવવા માટે જ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાતા હોય છે અને બીજો પ્રકાર એવો હોય છે કે જેમાં લોકો ખરેખર ઉમદા સમાજ સેવા કોઇપણ જાતની પબ્લિસિટી વગર કર્યે રાખતા હોય છે. બીજા પ્રકારના લોકોને સી.આઇ.એ. ન્યુઝ પોર્ટલ પ્લેટફોર્મ આપે છે. અમે એવા લોકો, એવી સંસ્થાઓને શોધીને તેમની પ્રવૃતિને મહેક ચારે કોર પ્રસરાવવાનું કામ કરે છે.

આજે અહીં એવા જ એક ગ્રુપની વાત કરી રહ્યા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર એવી સંસ્થા છે જે સિનિયર સિટીઝન્સ (વયોવૃધ્ધ) માટે કાર્યરત છે. આ ગ્રુપ ડો.રમેશ ઠક્કરે 2010માં સ્થાપ્યું હતું. આ ગ્રુપમાં 11 જેટલા તબીબો જોડાયેલા છે. મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે જોડાયેલા તબીબોમાં એક કોમન શોખ છે અને એ છે સંગીત. મ્યુઝિકની પેશન ધરાવતા આ તબીબો શહેરના સિનિયર સિટીઝન્સની મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મનોરંજક મ્યુઝિકલ ટ્રીટમેન્ટ શબ્દ અમે આપ્યો છે, કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સિનિયર સિટીઝન્સ માટે ઓડિટોરીયમમાં સંગીત સંધ્યા રાખે છે, અહીં સિનિયર સિટીઝન્સના તેમના ઠેકાણેથી બસમાં લાવીને તેમની સામે 11 તબીબો એક એકથી ચઢીયાતા ગીતો ગાય છે, મનોરંજન કરાવે છે, સંગીત સંધ્યા બાદ તેમને પ્રેમથી જમાડે છે અને ફરીથી તેમને તેમના મુકામ સુધી સહીસલામત પહોંચાડે છે. તાજેતરમાં આ જ પ્રકારે મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હારના ડો.રમેશ ઠક્કર, ડો. યોગેશ કાંઠાવાલા અને ડો.મુકેશ વાઘેલા સમેત અન્યોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના ઓડિટોરીયમ ખાતે ખાસ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કર્યું હતું. સિનિયર સિટીઝન્સની આવી સેવા જો કોઇ કરતું હોય તો એ ફ્કત મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર છે.

(મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે યોજાયેલી સંગીત સંધ્યામાં શહેરના સિનિયર સિટીઝન્સને લઇ જવામાં આવી રહ્યા હતા એ પ્રસંગની તસ્વીર)
મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર સાથે 11 તબીબો જોડાયેલા હોવા ઉપરાંત 30 જેટલા મેમ્બર્સ પણ છે જેઓ કોઇપણ જાતની અપેક્ષા, સ્વાર્થ વગર સિનિયર સિટીઝન્સની દેખભાળ રાખે છે, સ્વૈચ્છીક બધી જ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં મ્યુઝિક ગ્રુપ ઓફ મલ્હાર દ્વારા શહેરના અંદાજે 1200 જેટલા સિનિયર સિટીઝન્સ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસ્વીરી ઝલક આ મુજબ છે.



The Statement of The Music group of Malhar Founder Member Dr.Ramesh Thakkar. ( Pediatrician )
I m founder member of my group, named ” Music group of Malhar ” ! The name was given by me. I have started this group ( as a founder members ) in 2010. This is small group of ( 11 ) doctors, having common, passion for music. The concept was generated in my mind (in 2010 ). Do some social services for the benefits of those section of society , who are socially deprived from their home – society and who are really in need of help-support . ( group of people from Old age home, poor Students from orphan center , poor Patients, and students from tribal area’s school ). What me and my group are doing…? As we all members are music lovers. So, we are doing once -twice large scale music concerts in big auditorium, usually after diwali. We ourselves are performing ( singing ) on stage with live orchestra. We invite people from old age home and from different senior citizens clubs for this live music program. We make arrangements of transport (of almost 20 plus buses ) for these all people. The group viewers( almost plus 1500) are there, to attend our program. Really, it’s worth to watch, how these old aged group of persons are enjoying in our program! ! ! It’s really great enjoyment for all of them. Prog is running for, almost 3 hrs plus. Afterwards, at the end of program, We all serving food ( dinner ) for all. After dinner, they will return to their place through buses. 30 Volunteers are working with my group, to help us this kind work. Charity should be start from our home. So, we individual( all my members ) contribute for this prog. And during program, we many times receiving donation from rich members of different seniors citizens clubs. Here, we ( me & my group) are using this donation for those, who are socially deprived from society, ( old age homes ) poor patients and poor students of tribal area’s school. So, in brief, my self and members of my group are doing such social activities, through music platform. Sometimes, we are receiving invitation for music program out of Surat also. Small scale music program are running every 3 – 4 months at local (surat ) level round the year. Regards ! Dr.Ramesh Thakkar. ( Pediatrician )
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


