CIA ALERT

મહારાષ્ટ્રમાં આચારસંહિતાના ભંગની ૧૦,૦૦૦થી વધુ F.I.R.

Share On :

લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :