LRD પેપર લીક: મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકી ઝડપાયો
- લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકી
- પરીક્ષા આપવા માટે સુરત ખાતે આવ્યો હતો
- યશપાલસિંહ મહિસાગરના વીરપુર પાસેથી ઝડપાયો
- યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર જોબ કરે છે
લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં પોલીસે મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકીને ઝડપી પાડ્યો છે. મોડી રાત્રે પોલીસે આરોપી યશપાલસિંહ સોલંકીની ધપકડ કરી.પોલીસે યશપાલસિંહને મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો. પેપર લીક કેસમાં યશપાલસિંહે પેપર ગુજરાત આવી મનહર પટેલને આપ્યું હતું અને ત્યારબાદ પીએસઆઈ પટેલ, રૂપલ શર્મા અને મુકેશ ચૌધરીને મળ્યું હતું.
આરોપી યશપાલસિંહ ઝડપાતા આ કેસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે. યશપાલસિંહને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ટાવર લોકેશનના આધારે મહિસાગર તરફ આરોપી હોવાનું ધ્યાને આવતા પોલીસે મોડી રાતે તેને ઝડપી લીધો હતો.
યશપાલસિંહ સોલંકી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. તેનો નંબર પરીક્ષા આપવા માટે સુરત ખાતે આવ્યો હતો. જોકે, પેપર લીક થઈ જતાં યશપાલ સુરતથી ગાયબ થઈ ગયો હતો. યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમજ છેલ્લા 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઇલ નંબર પણ બંધ થઈ ગયો હતો. યશપાલસિંહ ફાઇલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કોર્પોરેશનના ડે. કમિશ્નર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


