અમિત શાહ-રાહુલ ગાંધી સમેત વીઆઇપી નેતાઓનું ભાવિ નક્કી થશે
આજરોજ તા.23મી એપ્રિલ 2019ના રોજ ભારતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં નીચે મુજબના વીઆઇપી નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે જે તા.23મી મે 2019ના રોજ ખુલશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2004થી જ અમેઠી લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. તેઓ અમેઠીની સાથે કેરલની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં સુધી અમેઠીની વાત છે તો આ કોંગ્રેસનો ગઢ છે અને પારંપારિક બેઠક છે. વર્ષ 1980માં સંજય ગાંધી, 1981 થી 1991 સુધી રાજીવ ગાંધી, 1999 થી 2004 સુધી સોનિયા ગાંધી અને બાદમાં રાહુલ ગાંધી જીતતા આવ્યા છે.
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
ભાજપની રણનીતિ ઘડવામાં ચાણક્યની ભૂમિકા નિભાવનારા અમિત શાહ વડાપ્રધાન મોદીથી નજીક માનવામાં આવે છે. તેઓ નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. 2014માં તેમને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હજી સુધી તેઓ એકપણ ચૂંટણી નથી હાર્યા. તેઓ આ વખતે ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાણીની બેઠક ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના માજી મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ
મુલાયમ સિંહ યાદવ ત્રણ વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, જ્યારે તેમની પાર્ટીએ ત્યાં ચાર વાર સરકાર બનાવી છે. 1992માં તેમણે સમાજવાદી પાર્ટીનો પાયો નાખ્યો હતો. તેઓ હાલ પાર્ટીના સંરક્ષક છે અને મૈનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂર
થરૂર 2009થી કેરળના થિરૂવનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેઓ કેન્દ્રમાં મહત્વના પદ પર રહી ચુક્યા છે. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત હતા. થરૂર રાજનીતિજ્ઞ હોવાની સાથે લેખક પણ છે.
ભાજપાના નેતા અને રાહુલ ગાંધીના પિતરાઇ વરૂણ ગાંધી
ફિરોઝ ગાંધીના પુત્ર વરૂણ ગાંધી પીલીભીતથી સાંસદ છે. આ સિવાય તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પાર્ટીના ઈતિહાસના સૌથી યુવા રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ પોતાના બેબાક બોલ માટે જાણીતા છે.
કાશ્મીરના માજી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તી જમ્મૂ કશ્મીરના 13માં અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી. જો કે બાદમાં મતભેદોના કારણે ભાજપે સમર્થન પાછું લઈ લીધું હતું.
બિહારના નેતા શરદ યાદવ
JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુકેલા શરદ યાદવ પણ લોકસભા ચૂંટણી માટે રેસમાં છે. અને ત્રીજા ચરણમાં તેમના ભવિષ્યનો પણ નિર્ણય થશે.
ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા
વ્યવસાયે સર્જન એવા સંબિત પાત્રા ભાજપના પ્રવક્તા છે. તેમણે MS કર્યું છે. પાત્રા ભાજપની કેન્દ્રીય સમિતિમાં ઓરિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
