ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ કમિટી : લૉકડાઉન એ એક માત્ર ઉપાય નહીં
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસનું સંક્રમણ ગંભીર રીતે વધતા સરકારે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાદવાને બદલે મહાનગરો સાથે કુલ ૨૦ નગરોમાં જ રાતનો કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો હતો. બીજી બાજુ ગુજરાત સરકારે રચેલી કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના તબીબી તજજ્ઞોએ પણ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન એ એક માત્ર ઉપાય નહીં હોવાનો મત વ્યક્ત કર્યો છે.
આ અંગે ડો વી.એમ. શાહે જણાવ્યું કે, આ એક વાયરલ યુદ્ધ છે. આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે. આ રોગનો એક જ ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. તેનાથી ટેવાઇ જઇશું અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી થશે. હાલ યુ.કે. વેરયન્ટ ચાલી રહ્યો છે જે ખુબ જ ખતરનાક છે. વેક્સિનને માસ મુવમેન્ટ બનાવવી પડશે. દવાઓ બાબતે કેટલીક ગેરસમજ છે તે પણ દૂર કરવી પડશે. લોકોમાં અફવા છે કે, રેમેડેસિવિરથી કોરોના મટી જાય છે તે એક તથ્યહિન બાબત છે. દરેકને આ ઇન્જેક્શન આપી શકાય નહીં.
કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલે લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા અને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી. કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો છે. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઊલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લૉકડાઉન પણ આનો જવાબ નથી. હું લોકોને વિનંતી કરું છું વેક્સિન લઈ લો. વેક્સિનથી મોત થશે નહીં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
