કર્ણાટક સરકારે ધો.1થી 5માં ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્યો, દરેક બોર્ડની સ્કુલોના લાગૂ

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.
આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.
કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.
પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web
- મહારાષ્ટ્રમાં જમીનોની ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા: હવે ડિજિટલ કોપી જ ઓરિજિનલ ગણાશે, તલાટી ઓફિસના ધક્કા અને વહેવાર બંધ
- Indigo Missmanagement: દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા
- AMERICA પોતે અમારાથી ફ્યુલ ખરીદે છે તો ભારત કેમ નહીં? Vladimir Putinનો આકરો સવાલ
- માલ્યા, મોદી, ચોકસી સહિત અન્ય 15 ભાગેડુઓ પાસેથી 58,000 કરોડની લોન વસૂલાત બાકી; લોકસભામાં સરકારની કબુલાત
- ભારતમાં વેચાતા દરેક સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ ડિલીટ નહીં થઇ શકે એ રીતે ફરજિયાત પ્રી-લોડેડ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


