વિતેલા જમાનાની પોપ્યુલર બાઇક જાવા ફરીથી ભારતમાં જોવા મળશે
મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લિજેન્ડ્સ પ્રા લિ આગામી મહિને ભારતમાં વીતેલા જમાનાની લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ જાવાને ફરી લોન્ચ કરશે. ક્લાસિક લિજેન્ડ્સમાં મહિન્દ્રા ગ્રૂપ 60 ટકા હિસ્સો ધરાવે છે. તે 2018માં 15 નવેમ્બરે ત્રણ નવી પ્રોડક્ટ રજૂ કરશે. તે ભારતીય મોટર સાઇકલ સેગમેન્ટમાં 250 સીસીથી ઉપરના મેડ સેગમેન્ટમાં સક્રિય થવા માંગે છે.
જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે

કંપનીના અધિકારીએ કહ્યું કે અમે ત્રણ પ્રોડક્ટ સાથે બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ. અમે જાવા સાથે મિડ-સેગમેન્ટ પ્લેયર બનવાના છીએ. જોકે, તેમણે અન્ય પ્રોડક્ટ લાઇનની માહિતી આપી ન હતી. જાવા મોડલ ૧૫ નવેમ્બરે પ્રદર્શિત કર્યા બાદ ટૂંક સમયમાં વેચાણ માટે મુકાશે.
જાવા જે સેગમેન્ટમાં રજૂ થશે તેમાં અત્યારે રોયલ એન્ફિલ્ડનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ પણ સેગમેન્ટમાં હિસ્સો મેળવવા પ્રયાસ કરશે. ક્લાસિક લિજેન્ડ્સે ગુરુવારે ૨૯૩ સીસીનું લિક્વિડ કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન રજૂ કર્યું હતું જે નવા જાવા મોટરસાઇકલમાં ફીટ કરાશે.
ગ્રૂપના પૂણે સ્થિત આર એન્ડ ડી સેન્ટર અને વરાસે, ઇટલી સ્થિત ટેક્નિકલ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. જાવાનું ડીએનએ ધરાવતું એન્જિન બનાવ્યું છે જે ક્લાસિક હોવાની સાથે સ્પોર્ટી છે. લોન્ચ વખતે ભારતમાં 100 ડીલરશિપ હશે. તેઓ ભારતીય માર્કેટ માટે બુલિશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ગ્રાહકો માસ સેગમેન્ટમાંથી મિડ અને અપર એન્ડ મોટરસાઇકલ સેગમેન્ટ તરફ અપગ્રેડ થયા છે જેથી તેમના માટે તકમાં વધારો થયો છે.
જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે. તેમાં મહિન્દ્રાની ઉત્પાદન ક્ષમતા, સોર્સિંગ અને આર એન્ડ ડીનો ઉપયોગ કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


