CIA ALERT

જસદણમાં બાવળિયાનો 19985 મતથી વિજય, ગુજરાત વિધાનસભામાં ભાજપા 100 નોટઆઉટ

Share On :
  • જસદણમાં કુંવરજી બાવળિયાનો 19985 મતથી જંગી વિજય
  • કુંવરજીને કુલ 90262 મત અને અવસર નાકિયાને 70283 મત મળ્યા
  • ભાજપની કુલ બેઠકોનો આંક 100 પર પહોંચ્યો
  • 18માં રાઉન્ડમાં ભાજપની જંગી જીત, બાવળિયાને 87000 અને નાકિયાને 63625 મત
  • 262 મતદાન મથકો પરથી 2,32,116 મતદારોએ મતદાન કર્યું હતું

 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત ભાજપા સરકાર માટે જે એસીડ ટેસ્ટ સમી ઓળખાવાઇ રહી હતી એ રાજકોટના જસદણ વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણીમાં આજે ભાજપાના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ 19985 મતોની જંગી સરસાઇ સાથે જીતી લીધી હતી. આ સાથે જ ગુજરાત સરકારમાં ભાજપાનું સંખ્યાબળ 100 વિધાનસભાનું થયું છે. મતગણતરીમાં પહેલા રાઉન્ડથી અંતિમ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર નાકિયા ક્યારેય ભાજપાના કુંવરજી બાવળિયા પર સરસાઇ મેળવી શક્યા ન હતા.

રાજકોટના જસદણ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીની મતગણતરીની કામગીરીમાં આજરોજ તા.23 ડિસેમ્બર 2018ને સવારે 7 વાગ્યાથી શરૂ થઇ હતી. મતગણતરીના હોલમાં દરેક ટેબલ ઉપર 14 સુપરવાઇઝર, 14 આસિસ્ટન્ટ તેમજ 14′ માઈક્રો ઓબ્ઝર્વર સહિત અંદાજે 200થી વધારે લોકોનો સ્ટાફ મતગણતરીની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. મતગણતરી માટે દરેક ઉમેદવાર દ્વારા જુદા-જુદા 14 મત ગણતરી એજન્ટની નિમણુંક કરવામાં આવી હતી એ મોટા ભાગે ઉપસ્થિત રહ્યા હતા. 7ના ટકોરે શરૂ થયેલી મતગણના અંદાજે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્રની બહાર પણ બેરીકેડ ગોઠવીને સલામતી તેમજ ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 262 મતદાન મથકો હતો જેમાં 2,32,116 મતદારોએ મત આપ્યાં હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :