નોટબંધી બાદ જનધન અકાઉન્ટ્સમાં જમા થયેલી રૂ.400 અબજની રકમ Black Money હતી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)
નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.
મળતી માહિતી મુજબ આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.
આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


