CIA ALERT

Cricket: આયર્લેન્ડ સામે World Champion ભારતની પહેલીવાર હાર

Share On :

26/06/26 ડબ્લિનમાં રમાયેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રને હરાવી પ્રથમવાર ઐતિહાસિક વિજય મેળવ્યો. આયર્લેન્ડે ટકરના 50 અને ડેલાનીના 49 રનથી 182 રન બનાવ્યા, જેની સામે હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી. ભારતીય ટીમ અભિષેકના 49 રન છતાં 148 રનમાં ઓલઆઉટ થઈ, મેટ હોલાર્ડે 3 વિકેટ લીધી હતી.

IND vs IRE T20 Match Record : ડબ્લિનમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતનો આયર્લેન્ડ સામે પહેલીવાર પરાજય થયો છે. આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને 34 રને હાર આપી શાનદાર જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતાં આયર્લેન્ડે લોર્કન ટકરની અડધી સદી (50 રન) અને ગેરેથ ડેલાનીની આક્રમક ઇનિંગ (49 રન) ના સહારે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા, જેની સામે ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત તરફથી અભિષેક શર્માએ 49 રનની તોફાની ઇનિંગ રમી હોવા છતાં, મેટ હોલાર્ડની 3 વિકેટની ઘાતક બોલિંગ સામે ભારતની ટીમ 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.

આયર્લેન્ડ તરફથી કેપ્ટન લોર્કન ટકરે 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રનની અડધી સદી ફટકારી હતી. ગેરેથ ડેલાનીએ 32 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યોર્જ ડોકરેલે 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવ્યા હતા. ટિમ ટેક્ટરે 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી 17 રન નોંધાવ્યા હતા. બેન કેલિટ્ઝે 11 બોલમાં 2 સિક્સરની મદદથી 15 રન કર્યા હતા, જ્યારે રોસ અડેરે 7 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવ્યા હતા. લિયમ મેકકાર્થીએ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન નોંધાવ્યા હતા.

ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ મેળવી હતી, જ્યારે શિવમ દુબેએ 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 57 રન આપ્યા છતાં તેને કોઈ વિકેટ મળી નહોતી. વોશિંગ્ટન સુંદરને 1 ઓવરમાં 19 રન પડ્યા હતા અને તે પણ વિકેટ મેળવી શક્યો નહોતો.

ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. તેણે માત્ર 20 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી આક્રમક ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ 14 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 25 રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 16 બોલમાં 1 ફોર સાથે 15 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદર 12 બોલમાં 9 રન, હર્ષિત રાણા 9 બોલમાં 1 સિક્સર સાથે 8 રન અને સંજુ સેમસને 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ 2 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રન સાથે અણનમ રહ્યા હતા.

આયર્લેન્ડ તરફથી મેટ હોલાર્ડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેથ્યૂ હમ્ફ્રીઝે 3.3 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે જય મૂન્દ્રાએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 3 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ગેરેથ ડેલાનીએ 1 ઓવરમાં માત્ર 3 રન આપી 1 વિકેટ લીધી હતી. હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :