શનિવાર 23મી માર્ચથી IPL-2019, પહેલો મુકાબલો CSK Vs RCB વચ્ચે
T20 ક્રિકેટનો મહાકુંભ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ તા.23મી માર્ચના રોજ શરૂ થશે. શનિવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી IPL શરૂ થશે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. ચેન્નાઈ ગત સિઝનની સાથે ત્રણ આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો ધોનીની ચેન્નાઈ સામે બેંગાલુરુની ટીમ યુવાન છે.
આવો છે રેકોર્ડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 15 મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમો 7-7 મેચ જીતી ચૂકી છે, તો એક મેચ રદ થઈ હતી. જો કે RCBએ 2014ની સિઝન બાદ ક્યારેય ચેન્નાઈની ટીમને હરાવી નથી.
અનુભવી વિ. યુવા ખેલાડીઓ
ચેન્નાઈની ટીમમાં ધોની અને વોટ્સન બંને 37 વર્,ના છે, તો બ્રાવો 35 અને ફાક ડુ પ્લેસિ 34 વર્ષના છે. રાયડુ અને કદાર જાધવ 33 વર્ષના છે. સામે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં મોટા ભાગના ખેલાડીઓ યુવાન છે.
ચેન્નાઈના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એનગીડી ઈજાગ્રસ્ત છે. હવે ટીમ પાસે વિદેશી ફાસ્ટ બોલર માત્ર ડ્વેન બ્રાવો છે. ત્યારે બેંગ્લોર સામેની મેચ દરમિયાન ચેન્નાઈનો આધાર સ્પિનર્સ પર રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
