IPL : 28/9 આજે 2 મેચ : DC Vs KKR – MI Vs PK
DC Vs KKR –
શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.
અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે.
આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે.
ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે.
દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું.
આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર
અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે.
૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે. કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે.
૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
