આજે 20/9/21 : IPLમાં RCB વિરુદ્ધ KKR
આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.
આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.
કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.
બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
