IPL 2021 11/4/21 : આજે KKR કોલકાતા અને SRH હૈદરાબાદ વચ્ચે ટક્કર

પૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા આઇપીએલ મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન કરીને અભિયાનની સફળતાથી શરૂઆત કરવાની કોશિશ કરશે. કેકેઆરની આગેવાની આ વખતે સીમિત ઓવરોમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક ઇયોન મોર્ગન કરી રહ્યો છે. ગયા સત્રમાં દિનેશ કાર્તિકે કેપ્ટનશિપ સંભાળી હતી.
ગયા સત્રમાં કેકેઆર, સનરાઇઝર્સ અને આરસીબીના અંક સમાન હતા. કેકેઆર રન રેટમાં પાછળ રહીને સતત બીજી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. મોર્ગન પહેલી વખત પૂર્ણકાલિન કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. તેવામાં તમામની નજર ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઉપર રહેશે. જે કેકેઆરને પ્રતિષ્ઠા પરત અપાવવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહ્યો છે.
કેકેઆર પાસે શુભમન ગીલનાં રૂપમાં શિર્ષ સ્તરમાં શાનદાર બેટ્સમેન છે જ્યારે રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને અનુભવી કાર્તિક રૂપે સારા ભારતીય બેટ્સમેનો છે. આ ઉપરાંત મોર્ગન પણ કોઈપણ બોલરનો સામનો કરવા સક્ષમ છે. વધુમાં હરભજન સિંહ ઉપર પણ નજર રહેશે છે પોતાના સંભવત: અંતિમ આઇપીએલમાં સારામાં સારો પ્રભાવ છોડવા માગશે.
આઇપીએલની જે ટીમોમાં નિરંતરતા રહી છે તેમાં હૈદરાબાદ પણ સામેલ છે. હૈદરાબાદ ગયા વર્ષે બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર્યું હતું. તેવામાં ભુવનેશ્વર કુમારની વાપસીની હૈદરાબાદને મજબૂતી મળી છે. વધુમાં ટી નટરાજન પણ જવાબદારી સંભાળશે.
સનરાઇઝર્સ પાસે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પણ છે જ્યારે હૈદરાબાદની સાચી તાકાત ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો છે. મધ્યક્રમમાં કેન વિલિયમસન અને મનીષ પાંડે છે જ્યારે’ સાહા પણ પોતાને સાબિત કરવા પ્રયાસ કરશે. બન્ને ટીમો વચ્ચેના મુકાબલાની વાત કરવામાં આવે તો કેકેઆરએ અત્યારસુધી 12 અને સનરાઇઝર્સે 7 મેચ જીત્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
