IPLમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી ચેન્નઇ ટીમની સતત બીજી જીત
આઇપીએલમાં 12મી સીઝનમાં આજે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં ચેન્નઇ ટીમે બાજી મારી લીધી હતી અને ટુર્નામેન્ટમાં પોતાની સતત બીજી મેચમાં જીત મેળવી હતી. દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ચેન્નઇ તરફથી વોટસને સૌથી વધુ 44 રન અને ધોનીએ અણનમ 32 રન કર્યા હતા.
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 19.4 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી સેન વોટ્સન (44) અને ધોનીએ અણનમ (32) રન બનાવ્યા હતા. શેન વોટ્સન અમિત મિશ્રાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 26 બોલમાં 44 રન કર્યા હતા.ત્યારબાદ સુરેશ રૈના પણ 30 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી પોતાની આ સીઝનમાં પહેલી મેચ રમી રહેલ અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. તો ઇશાંત શર્મા અને રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી દિલ્હી ટીમની શરૂઆત સારી રહી હતી. દિલ્હીના સુકાની પૃથ્વી શો અને ધવને ટીમને સારી શરૂઆત અપાવી હતી. પૃથ્વીએ 16 બોલમાં 24 રન કર્યા હતા. તો ધવને 47 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 51 રનની ઇનીંગ રમી હતી. જોકે પૃથ્વી શો મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો અને 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. ધવન પણ 51 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં દિલ્હી ટીમની સ્થિતી નબળી પડી હતી. ત્યાર બાદ કોઇ પણ બેટ્સમેન કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું ન હતું. આમ પુરી ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે માત્ર 147 રન જ કરી શકી હતી. ચેન્નઇ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાના પહેલી મેચમાં જીત મેળવી ચૂકી છે. દિલ્હીએ મુંબઇ અને ચેન્નઇએ બેંગ્લોરને હરાવીને 2-2 પોઇન્ટ્સ મેળવ્યા છે. જો કે નેટ રનરેટના આધાર પર દિલ્હી પોઇન્ટ ટેબલ પહેલા અને ચેન્નઇ બીજા નંબર પર છે. દિલ્હીનો નેટ રનરેટ +1.850 અને ચેન્નઇનો +0.519 છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
