ઈન્ડોનેશિયામાં ઘોડાપૂરને પગલે ૫૦નાં મોત
ઈન્ડોનેશિયાના પાપૂઆ પ્રાંતમાં આવેલા ઘોડાપૂરમાં ૫૦ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. પાપૂઆ પ્રાંતની રાજધાની જયાપુરા પાસેના સેન્ટાનીમાં ભારે વરસાદ પડવાથી અને તેના પરિણામે થયેલા ભૂસ્ખલનના સંખ્યાબંધ બનાવોના પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંખ્યાબંધ ઘરને નુકસાન થયું હતું અને ૫૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતાએ કહ્યું હતું કે બચાવ રાહત ટુકડીઓ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે અને વધુ વિગત મળતા વાર લાગશે.
પાણી ઓસરી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષ માર્ગમાં પડ્યા હોવાને કારણે અને પથ્થરો, કાદવ વિગેરેને કારણે બચાવ – રાહત ટુકડીઓ બધા પ્રભાવિત વિસ્તારોમાં હજુ પહોંચી નથી.
નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુરોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, ‘જમીન ધસી પડવાને કારણે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
ઉપલબ્ધ વીડિયો ફૂટેઝમાં જોઈ શકાતું હતું કે, ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ અથવા થડ, અન્ય કાટમાળ કાદવિયા માર્ગો પર પથરાયો હતો. જયાપુરાના નાના એરપોર્ટના એક પ્રોપેલર પ્લેન તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.
ઈન્ડોનેશિયામાં ઓકટોબરથી એપ્રિલ સુધી વરસાદની સીઝન રહેતી હોય છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ નિયમિતપણે સર્જાતી હોય છે.૧૭૦૦૦ ટાપુથી બનેલા આ રાષ્ટ્રમાં ભૂકંપ, જવાળામુખી ફાટવાની ઘટના પણ અવારનવાર થતી રહે છે.
સુલાવેસી ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના પગલે ૭૦ વયક્તિનું મોત થયું હતું. આ મહિનામાં થોડા દિવસ અગાઉ વેસ્ટજાવા પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.
જાવાના પશ્ર્ચિમ હિસ્સામાં જવાળામુખી ફાટવાથી સુનામી આવ્યું હતું, જેમાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સુલાવેસીના પાલુ શહેરમાં સુનામીને કારણે હજારો લોકો માર્યા ગયા હતા, જયારે બાલી પાસેના લોમ્બોક ટાપુ પર ભૂકંપના હારબંધ આંચકાને પગલે સેંકડો લોકો માર્યા ગયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
