IND vs ZIM : ત્રીજી T20માં ભારતનો 23 રને વિજય
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની ત્રીજી મેચ આજે હરારેમાં રમાઈ હતી, જેમાં ભારતનો 23 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી20 મેચોમાંથી બે મેચ જીતી લેતા શ્રેણી વિજયની તકો ઉજળી બનાવી છે.
ગીલ-ગાયકવાડની દમદાર બેટિંગ
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 159 રન બનાવી શકી હતી. આજની મેચમાં ભારતીય સુકાની શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડની દમદાર બેટિંગ જોવા મળી હતી, તો બોલિંગમાં વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાને ઝિમ્બાબ્વેની ટીમને ઘૂંટણીએ લાવી દીધું હતું. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 27 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 36 રન, શુભમન ગિલે 49 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 66 રન, અભિષેક શર્માએ 9 બોલમાં એક ફોર સાથે 10 રન, ઋતુરાજ ગાકવાડે 28 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ સાથે 49 રન, સંજુ સેમસને અણનમ 12 રન અને રિંકુ સિંહે અણનમ એક રન નોંધાવ્યો હતો. બોલિંગની વાત કરીએ તો સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ, અવેશ ખાને બે વિકેટ અને ખલીલ અહેમદે એક વિકેટ ઝડપી હતી.
ડીયોન માયર્સની ફિફ્ટી
ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ 49 બોલમાં સાત ફોર અને એક સિક્સ સાથે 66 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ક્લાઇવ મદંડે 37 રન, વેલિંગ્ટન મસાકાદઝાએ 18 રન, સુકાની સિકંદર રઝાએ 15 રન, તદીવાનશે મારુમણીએ 13 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીએ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો મુઝરાબાની અને સિકંદર રાજાએ બે-બે વિકેટ ખેરવી હતી.
પ્રથમ ટી20માં ભારતનો 13 રને પરાજય
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે છ જુલાઈએ પ્રથમ ટી20 મેચ રમાઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી ટી20માં ભારતનો 100 રને વિજય
બંને દેશો વચ્ચે બીજી ટી20 મેચ બે જુલાએ રમાઈ હતી, જેમાં ભારતનો 100 રને વિજય થયો હતો. ભારતે 20 ઓવરમાં વિકેટે 234 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં અભિષેક શર્માએ 100 રન અને ઋતુરાજ ગાયકવાડે 77 રન નોંધાવ્યા હતા.
ભારત 2016 પછી પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું
ભારતીય ટીમની પ્રથમ ટી20 મેચમાં હાર થયા બાદ ટીમ ઈન્ડિયા 2016 બાદ પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું. ભારત છેલ્લે 2016માં 18મી જૂને ઝિમ્બાબ્વે સામે હરારેમાં બે રનથી જીત્યું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રમાયેલી ત્રણેય ટી20માં ભારતની જીત થઈ હતી.
બંને દેશો વચ્ચે કુલ પાંચ ટી20 મેચ
આ પહેલા ભારત-ઝિમ્બાબ્વેએ છ જૂને પ્રથમ ટી20 મેચ રમી હતી, જેમાં ઝિમ્બાબ્વેનો 13 રને વિજય થયો હતો. ત્યાર બાદ બીજી ટી20માં ભારતનો 100 રને અને આજની ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય થયો છે. આમ ભારતે ત્રણ મેચોમાંથી બે મેચ જીતી લીધી છે. આજે ત્રીજી ટી20 મેચ રમાયા બાદ 13મીએ ચોથી અને 14 જુલાઈ પાંચ ટી20 મેચ રમાશે. તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
