India Vs England : આજે અંતિમ દિન, બન્ને ટીમોના જીતવાના ચાન્સીસ
ડીપ મીડલ ઓર્ડર બેટસમેનોના શાનદાર દેખાવને લીધે ભારતે ચોથા ટેસ્ટમાં વર્ચસ્વ જમાવીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું છે. આજે મેચના ચોથા દિવસે ભારતનો બીજો દાવ 466 રને સમાપ્ત થયો હતો. આથી ઇંગ્લેન્ડને જીત માટે મુશ્કેલ 368 રનનું લક્ષ્યાંક મળ્યું છે.
આજે ભારત તરફથી છૂપા રૂસ્તમ શાર્દુલ ઠાકુર (60) અને વિકેટકીપર ઋષભ પંત (50)એ આકર્ષક અર્ધસદી ફટકારી હતી. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં અતિ મહત્વની 100 રનની ભાગીદારી થઇ હતી. આથી ભારત બીજા દાવમાં 466 રનનો સંગીન સ્કોર કરીને ઇંગ્લેન્ડથી 367 રને આગળ થયું હતું. ભારતનો નવેમ્બર-2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં 400 પ્લસ સ્કોર પહેલીવાર થયો છે.
પહેલા દાવમાં આતશી અર્ધસદી કરનાર નવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે બીજા દાવમાં પણ શાનદાર બેટિંગનો નજારો રજૂ કરીને અંગ્રેજ બોલરોની ધોલાઇ કરી હતી. ઠાકુરે 72 દડામાં 7 ચોકકા-1 છકકાથી સંગીન 60 રન કર્યા હતા. તો શ્રેણીમાં અત્યાર સુધી ફલોપ રહેનાર ઋષભ પંતે પણ અંતે હિર ઝળકાવ્યું હતું અને 106 દડામાં 4 ચોકકાથી પ0 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. આ બન્નેએ 100 રનની ભાગીદારી સાતમી વિકેટમાં કરીને ટીમ ઇન્ડિયાને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધી હતી. આ ઉપરાંત બુમરાહ (24) અને ઉમેશ (25) વચ્ચે નવમી વિકેટમાં 36 રનની ભાગીદારી થઇ હતી. ચાના સમય બાદ ભારત 148.2 ઓવરમાં 466 રને ઓલઆઉટ થયું હતું.
આ પહેલા આજે ચોથા દિવસે લંચ પહેલા કેપ્ટન કોહલી 44, રવીન્દ્ર 17 અને આઉટ ઓફ ફોર્મ રહાણે ઝીરોમાં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોકસે 3 અને રોબિન્સન-મોઇને 2-2 વિકેટ લીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


