CIA ALERT

India Corona Updates: 29 June : નવા કેસ 18870 cases

Share On :

સોમવારે 29 june પણ કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો જોકે, કેસનો આંકડો 18,800ને પાર કરીને 18,870 પર પહોચ્યો હતો. આ દેશમાં એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસમાં ત્રીજા નંબરના સૌથી વધુ કેસ હતા આ પહેલા બે દિવસ દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યોના કુલ કેસનો આંકડો સોમવારે 6,985 રહ્યો છે જે કુલ કેસના 37% છે. રવિવારે આ આંકડો 7,150 હતો અને તેની ટકાવારી કુલ કેસ (19,741) સામે 36.2% રહી હતી. જૂન મહિના પહેલા બે દિવસ દરમિયાન આ રાજ્યોના કેસની ટકાવારી 22%ની નીચે રહી હતી.

પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

સોમવારે તામિલનાડુમાં એક દિવસના સૌથી વધુ 3,949 કેસ નોંધાયા. કર્ણાટકામાં 1,105 નવા કેસ નોંધાયા, જે સોમવારે નોંધાયેલા 1,267 પછી બીજા નંબરના સૌથી વધુ કેસ રહ્યા, તેલંગાણામાં સૌથી વધુ 1,087 નવા કેસ શનિવારે નોંધાયા, જ્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે 813 કેસ નોંધાયા.

India Corona Updates: 28 June : 19,906 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો જ રેકૉર્ડ નોંધાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ તમામ રેકૉર્ડસ તોડયા છે અને એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 19,906 નવા કેસ નોંધાયા છે. તેમજ 410 દર્દીઓના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5,28,859 કેસ નોંધાયા છે. જ્યારે 2,03,051 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 16,095 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 3,09,713 લોકો સારવાર બાદ સાજા થયા છે. વિશેષ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ પ્રમાણે 27 જૂન સુધીમાં કોરોનાના 82,27,802 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,31,095 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6,368 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. જેમાંથી 67,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 7,273 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં કોરોનાના 615 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  રાજ્યમાં કુલ 30,773 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

રાજસ્થાનમાં શનિવારે 284 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,944 થઈ ગઈ છે. જેમાંથી 3,186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં શનિવારે 167 નવા કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,965 થઈ ગઈ છે. જેમાંથી 2,444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં  શનિવારે 606 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21,549 થઈ ગઈ છે. જેમાંથી 6,685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

બિહારમાં શનિવારે શનિવારે કોરોનાના 302 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8,980 થઈ ગઈ છે. જેમાંથી 1,992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :