CIA ALERT

India 4 July : એક જ દિવસમાં 24,000થી વધારે કેસ

Share On :

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,73,165 પર પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે 613 લોકોના મોત થયા છે જેને કારણે હવે મૃત્યુઆંક વધીને 19,268 પર પહોંચી ગયો છે. 

દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 60.77 ટકા પર પહોંચી ગયો છે જે એક રાહતના સમાચાર છે. આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,09,083 પર પહોંચી ગઈ છે. 

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, 4 જુલાઈના રોજ 2,48,934 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી 97,89,066 લોકોના ટેસ્ટ કરાયા છે. 

4 July India Corona Outbreak : 24 કલાકમાં કોરોનાના 20,903 કેસ

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 648315 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22771 નવા કેસ નોંધાયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14335 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 394227 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 442 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 18655 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 235433 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 192990 કેસ નોંધાયા છે જ્યારે 8376 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 102721 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1385 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 94695 કેસ નોંધાયા છે જ્યારે 2864 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 34688 લોકો સંક્રમણમાં આવ્યા છે 1906 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 11072276 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 525119 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 5863682 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 4683475 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.

2 જુલાઇના એક જ દિવસમાં 22000 કેસો

ભારતમાં કોરોના વાયરસના કારણે થતા મોતનો આંકડો ગુરુવારે 18,000ને પાર થઈ ગયો, આ સાથે નવા પોઝિટિવ કેસના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. દેશમાં 22,000 કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે, એટલે કે 27મીએ નોંધાયેલા 20,060 કરતા 2000 વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કેસ નોંધાયા, આ પછી તામિલનાડુમાં 4,343, કર્ણાટકામાં 1,502 અને તેલંગાણામાં 1,213 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 845, ઉત્તરપ્રદેશમાં 817, ગુજરાતમાં 681 અને બિહારમાં 478 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 646 અને આસામમાં 408 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 17,000ને પાર કર્યાના બે દિવસમાં આંકડો 18,000 થઆ ગયો છે, ગુરુવારે 379 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા. લગભગ 3000 જેટલા (2,917) લોકોએ પાછલા સાત દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

Dated 1 July 24 કલાકમાં 19,148 નવા કેસ : 434ના મોત

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમમાં દેશમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ આ જીવલેણ બીમારીને કારણે એક જ દિવસમાં 434 દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 6,04,641 થઈ ગઈ અને 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોરોના વાયરસના 2,26,947 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધી  3,59,860 દર્દી સાજા થઈ ગયા છે. 

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, એક જુલાઈ સુધી દેશમાં કુલ 90,56,173 સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈ કાલે લગભગ 2,29,588 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં લગભગ બે લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :