IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, 23/02/206એ બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ

IDFC Share Crash: શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીના માહોલ વચ્ચે પણ IDFC ફર્સ્ટ બેંકના શેરધારકો માટે માઠા સમાચાર આવ્યા છે. બેંકમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવતા જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે અને શેરના ભાવમાં મોટો કડાકો બોલાયો છે.
23/02/2026 સોમવારે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હોવા છતાં IDFC ફર્સ્ટ બેંકનો શેર ધરાશાયી થયો હતો. શરૂઆતી કારોબારમાં આ શેર અગાઉના બંધ ભાવથી તૂટીને ₹75.16 પર ઓપન થયો હતો. જોકે, છેતરપિંડીના સમાચારને પગલે વેચવાલી વધતા શેરનો ભાવ 20% જેટલો ઘટીને ₹66.80 ના સ્તરે પહોંચી ગયો હતો. આ કડાકાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ ઘટીને ₹50,330 કરોડ થઈ ગયું છે.
આ ભયાનક ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંકમાં થયેલ ₹590 કરોડનું કૌભાંડ છે. અહેવાલો મુજબ, આ છેતરપિંડી હરિયાણા સરકારના સરકારી ખાતાઓ સાથે જોડાયેલી છે, જે બેંકની ચંદીગઢ સ્થિત શાખા દ્વારા ચલાવવામાં આવતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ થતા જ બેંક મેનેજમેન્ટે કડક કાર્યવાહી કરી છે અને તાત્કાલિક ધોરણે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


