CIA ALERT

સુરતીઓએ જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી કાર્ય કર્યું એ પ્લાઝમા થેરાપીને કોરોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી બાકાત કરાઇ

Share On :

Jayesh Brahmbhatt 98253 44944

દાનવીર સુરતવાસીઓએ ધન-દૌલતના દાન ઉપરાંત જેનું દાન કરીને કોરોનાના ક્રિટીકલ દર્દીઓને જીવનદાન આપવામાં રાજ્યમાં જ નહીં પણ દેશમાં વિક્રમ સર્જ્યો છે એ પ્લાઝમા થેરાપીને કોરોનાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરી દેવામાં આવી છે. કોરોનામાંથી સાજા થઇ ગયેલા સુરતના નાગરીકોએ પોતાના લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન કરવામાં ભારે જાગૃતિ દાખવી અને રાજ્ય અને દેશમાં પ્લાઝમા ડોનેશનમાં પણ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીને અત્યાર સુધી કારગત માનવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે કોવિડનાં દર્દીઓનાં ઈલાજ માટેની સૂચિત ઉપચાર પદ્ધતિઓમાંથી પ્લાઝ્મા થેરાપીને હટાવી દીધી છે.

પ્લાઝમા ડોનેશન માટે રાજ્ય અને સુરત મહાનગરપાલિકાએ જબરદસ્ત જનજાગૃતિ અભિયાન છેડ્યું હતું

Donating Plasma: Here's Everything You Need To Know! - PharmEasy Blog
Symbolic Photo of collected Plasma. The Indian Council of Medical Research (ICMR) has finally dropped its espousal of convalescent plasma therapy (CPT) as treatment for moderate COVID-19 in its latest guidelines.

સરકારને ધ્યાને આવ્યું હતું કે, કોરોનાની સારવારમાં પ્લાઝ્માથી ગંભીર બીમારી દૂર કરવામાં અને મૃત્યુનાં કેસ ઘટાડવામાં પ્લાઝ્મા ઉપયોગી પુરવાર થઈ નથી.

આઈસીએમઆરનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ક્લિનિકલ ગાઈડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19 પેશન્ટમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી સમાવિષ્ટ કોરોનામાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિનાં પ્લાઝ્માની હવે બાદબાકી કરી નાખવામાં આવી છે.

કોરોનાનાં ઈલાજ માટે રચાયેલી ટાસ્કફોર્સનાં સદસ્ય આઈસીએમઆરની ગત સપ્તાહે એક બેઠક મળી હતી અને તેમાં પ્લાઝ્માને કોરોનાની સારવારમાંથી હટાવવા માટે સહમતી બની હતી. ત્યાર બાદ તેની ભલામણ સરકારને કરી દેવામાં આવી હતી. ચિકિત્સા નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ પણ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવનને પત્ર લખીને પ્લાઝ્મા થેરાપીને તર્કહીન અને અવૈજ્ઞાનિક ગણાવી હતી. રસીવિદ ગગનદીપ કાંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્લાઝ્માનાં તર્કહીન ઉપયોગથી વાયરસનાં નવા સ્ટ્રેન વિકસિત થવાની સંભાવના પણ વધી જાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :