CIA ALERT

કોરોના વાઇરસ: ખાસ પ્રકારના ડ્રોન, રોબોટ્સનો ઉપયોગ કરી રહ્યું છે ભારત

Share On :

કોરોના વાઇરસને નાથવા માટે ભારતમાં સૅનિટાઇઝીંગ માટે ખાસ પ્રકારના ડ્રોન, આઇસોલેશન વૉર્ડ માટે દવાનો છંટકાવ કરવા અને ખોરાક તથા દવાઓ પહોંચાડવા માટે ખાસ રોબોટ્સ, ઓછી કિંમતના વૅન્ટિલેટર, દૂરથી દર્દીની તપાસ કરી શકાય એવા ખાસ પ્રકારના સ્ટેથૉસ્કોપ, ચલણી નૉટ, કરિયાણું અને અન્ય દરેક વસ્તુને સૅનિટાઇઝ કરવા માટે યુવી ટેક્નોલોજીયુક્ત ખાસ પ્રકારની પેટી વગેરે જેવી નવતર વસ્તુઓનો આવિષ્કાર કરવા જેવા કેટલાક સારા કામો પણ થઇ રહ્યા છે.

દેશમાં કોરોના વાઇરસ ફેલાવા સાથે લોકોએ પોતાની સર્જનાત્મકતાને દોડતી કરી છે. અન્ય જે નવતર વસ્તુઓની શોધ થઇ છે, એમાં હૉસ્પિટલમાં વાપરી શકાય એવું ખાસ ચેપ ન લાગે એવું ખાસ કાપડ, સસ્તા દરની કોરોના વાઇરસ કિટ, કોરોના વાઇરસગ્રસ્ત દર્દીને અલગ રાખવા માટે આઇસોલેશન પોડ, પરંપરાગત ઑક્સિજન માસ્કને બદલે વાપરી શકાય એવા બબલ હેલ્મેટ અને સામાજિક અંતર ઘટતા આપોઆપ ઍલાર્મ વાગે એવું પેન્ડન્ટનો સમાવેશ થાય છે.

આઇઆઇટી અને આઇઆઇએસસીએ ‘ગો કોરોના ગો’ અને કોન્ટેક્ટ શોધી કાઢવા માટે ‘સંપર્ક-ઓ-મીટર’ ઍપ્સ, કોરોના વાઇરસગ્રસ્ત રોગી સાથે સંપર્કમાં આવ્યા બાદ ભયની સ્થિતિની સમીક્ષા અને કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇનમાં ગયા બાદ એ નિયમનો ભંગ કર્યો હોય તો એને પ્રશાસન શોધી શકે એ માટેની ઍપ અને અન્ય કામ લાગે એવી મોબાઇલ ઍપ્સ તૈયાર કરી છે.

કોરોના વાઇરસની રસી વિકસાવવા માટે દેશની વીસથી વધુ ટેક્નિકલ અને સાયન્ટિફિક સંસ્થાઓ મથી રહી છે.

દેશની પ્રખ્યાત આઇઆઇટીઓમાં આ મહારોગનો સામનો કરવા માટે નવતર શોધ કરી શકાય એ માટે કોવિડ-૧૯ માટેના ખાસ રિસર્ચ સેન્ટર શરૂ કરાયા છે.

આઇઆઇટી, ગુવાહાટીએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે વિવિધ પ્રકારના ડ્રોન બનાવવામાં આગેવાની કરી છે. અહીંના એક જૂથે મોટા વિસ્તારને આવરીને ત્યાં દવાનો છંટકાવ થઇ શકે એવા ડ્રોન બનાવ્યા છે, તો બીજા જૂથે ઇન્ફ્રારેડ કૅમેરા ફિટ કરેલા ડ્રોન બનાવ્યા છે, જે દ્વારા મોટા પ્રમાણમાં લોકોના જૂથની માનવ સહાયતા વગર સ્ક્રીનિંગ થઇ શકે છે અને એમાંથી કોરોના-૧૯ની શંકાસ્પદ વ્યક્તિને અલગ તારવી શકાય છે. સુરક્ષા કર્મચારી દ્વારા લોકોના જૂથને ચોક્કસ નિર્દેશ આપી શકાય એ માટે આ ડ્રોનમાં લાઉડસ્પીકર પણ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય એક જૂથે એવા રોબોટ્સ બનાવ્યા છે કે જેનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીને દવાઓ અને ખોરાક આપવામાં તથા ત્યાંથી જંતુયુક્ત કચરો સાફ કરવામાં કરી શકાય એમ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :