CIA ALERT

મુંબઇ-દિલ્હી વચ્ચે હાઇ સ્પીડ ટ્રેન દોડાવવાના પ્રયાસો

Share On :

મુંબઇ-દિલ્હી અને દિલ્હી-હાવડા જેવા સૌથી વ્યસ્ત કૉરિડોર પર ટ્રેનની સ્પીડને વધારવા માટે રૂ. ૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેને ટૂંક સમયમાં સરકારની મંજૂર મળી શકે છે. આ પ્રસ્તાવ માટે કેબિનેટ નોટ તૈયાર કરાઇ છે. મંજૂરી મળ્યા બાદ આ બંને કૉરિડોર પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન દોડી શકે તે માટે ટૅક્નિકલ ફેરફાર કરવામાં આવશે. સૌથી મુસીબતની બાબથ એ છે કે રેલવે પ્રશાસન પાસે પૂરા રેલવે માળખાનો ફ્કત ૦.૩ ટકા ભાગ એવો છે જ્યાં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવી શકાય, તેથી આ પ્રોજેકટ માટે રેલવે પ્રશાસન ખાસ્સા સમયથી યોજના બનાવી રહ્યું હતું.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડાનો માર્ગ એ ટ્રંક રૂટ છે, જેના પર સૌથી વધારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પર અત્યારે મહત્તમ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. સૌથી મુશ્કેલી એ વાતની છે કે આ રેલ કૉરિડોરના અમુક ભાગમાં ટ્રેન મર્યાદિત સ્પીડથી દોડાવાય છે. રેલવેએ અગાઉ આ બંને માર્ગની ટ્રેનોની સ્પીડ વધારવા માટે યોજના બનાવી હતી. આ યોજના હેઠળ આ બંને માર્ગના ટ્રેકને એવી રીતે બનાવવામાં આવશે કે તેના ઉપર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કાર્ય માટે રેલવેએ ટ્રેક બેસાડવાની સાથે દિલ્હી-મુંબઇના ૧,૩૮૪ કિલોમીટર લાંબા માર્ગ પર અમુક લૅવલ ક્રોસિંગ હટાવવા પડશે. તે સિવાય કોંક્રીટની દીવાલ પણ બનાવવી પડશે. આવી જ રીતે દિલ્હીથી હાવડાના ૧,૪૫૫ કિલોમીટર લાંબા માર્ગ પર ૬૦ લૅવલ ક્રોસિંગને બંધ કરવા પડશે તેમ જ ટ્રેક પર કોઇ ખામી સર્જાય તો તે ટ્રેન આવતા પહેલા જ આ ખામીને દૂર કરવી જરૂરી રહેશે, એની તકેદારી રેલવેએ રાખવી પડશે. હવે આ બંને માર્ગ માટે કેબિનેટ નોટ તૈયાર થઇ છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. આશા છે કે આગામી એક-બે મહિનામાં આ મંજૂરી મળશે અને પછી આ બંને માર્ગ પર કામકાજ શરૂ કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :