CIA ALERT

વાર્યા ન વળે તે હાર્યા વળે : હાર્દિક પટેલનો U Turn, હવે પોલિટીક્સ છોડી, સામાજિક લડાઇના માર્ગે

Share On :

cialive@yahoo.com

ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.

આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

Hardik Patel’s tweet

 

આવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવી પડી

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

ઉપવાસ કે આંદોલન પરીણામ વિહીન કેમ

ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય

હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે.  હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

 

 

You can find on Google Play store too

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :