વેલકમ ૨૦૧૯..૨૦૧૮નો અસ્ત : વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી
જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.
મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.
વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું
ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.
ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.
અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.
ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.
સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
