1965માં આજના દિવસે પાકિસ્તાને ગુજરાતના મુખ્યમંત્રીનું પ્લેન તોડી પાડ્યું હતું
એ દિવસ હતો 18મી સપ્ટેમ્બર, 1965નો અને શહીદ થયા હતાં બળવંતરાય મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. આજે તેમનો 49મો શહીદી દિવસ છે. એપ્રિલ-1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ છેડાયુ હતું અને સપ્ટેમ્બર-1965 સુધી ચાલ્યુ હતું. યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી દરેક સરહદે સૈન્યનો ધમધમાટ ચાલતો હતો. તેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે પણ સેના પાકિસ્તાન સામે યુદ્ધે ચડી હતી. યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા
ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે સ્થાયી થઈ રહ્યો હતો. ત્યારે અપલખણું પાકિસ્તાન સરહદ પર કાંકરીચાળો કરતું હતું. જે સ્થિતિ વકરતા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ યુદ્ધ તો ભારત જીતી ગયું. પરંતુ આ યુદ્ધે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન છીનવી લીધા.
એપ્રિલ 1965થી શરૂ થયેલું યુદ્ધ સપ્ટેમબર 1965 સુધી ચાલ્યુ હતું. સરહદ પર સૈનિકો પાકિસ્તાનને પરાસ્ત કરવા લડી રહ્યા હતા. ત્યારે કચ્છની પાકિસ્તાન બોર્ડર પર પણ સૈનિકોની બંદૂકો અને તોપો ધણધણી રહી હતી. સરહદી રાજ્ય હોવાને કારણે ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. એટલે તત્કાલીન સીએમ બળવંતરાય મહેતાએ સૈનિકોનો જુસ્સો વધારવા કચ્છ બોર્ડર જવાનું નક્કી કર્યું. 18 સપ્ટેમ્બર, 1965ના રોજ બળવંતરાય મહેતા પત્ની સરોજિની મહેતા સાથે કચ્છની મુલાકાત માટે નીકળ્યા. બરાબર આ જ સમયે પાકિસ્તાનના મેરીપુર એરબેઝ પરથી એક પાકિસ્તાની ફાઈટર જેટ પણ ટેક ઓફ થયું. આ ફાઈટર જેટના પાઈલટ હતા કૈસ મઝહર હુસૈન. જેમને ભારતની સરહદ નજીક ઉડી રહેલા પ્લેનની બાતમી મેળવવાનું કામ સોંપાયું હતું. BBC Radioને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેન્સે કહ્યું હતું,’ ટેક ઓફ બાદ રડાર સ્ટેશનથી મને 20 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડવાની સલાહ અપાઇ હતી. આ જ ઉંચાઈ પર હું ફાઈટર જેટ લઈ ભારતીય સરહદમાં પણ ઘૂસ્યો. ત્રણ ચાર મિનિટ બાદ મને નીચે આવવા કહેવાયું. 3 હજાર ફૂટની ઉંચાઈ પર મને એક ભારતીય જેટ દેખાયું, જે ભૂજ તરફ જઈ રહ્યું હતું. જો કે સિવિલિયન એરક્રાફ્ટ હોવાથી મેં તેના પર ફાયરિંગ ન કર્યું અને કંટ્રોલરને જાણ કરી. જો કે કંટ્રોલરે પણ તાત્કાલિક આદેશ ન આપ્યો’ . કેન્સ કહે છે કે, ‘જ્યારે મેં જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું તો પાઈલટે પ્લેનની બંને વિંગ્સ હલાવવાની શરૂઆત કરી. સાંકેતિક રીતે તેનો અર્થ થાય છે કે અમને જવા દો. આ દરમિયાન થોડીવાર રહીને મને તે પ્લેનને શૂટ કરવા ઓર્ડર મળ્યા. પરંતુ એક સિવિલિયન પ્લેનને ટાર્ગેટ કરવા માટે હું સજ્જ નહોતો.હું હજુ પણ અસમંજસમાં હતો, પરંતુ કંટ્રોલરનો આદેશ માન્યા વગર છૂટકો નહોતો આખરે 100 ફૂટ દૂરથી મેં ફાયર કર્યું. અને ગણતરીની સેકન્ડમાં પ્લેન સીધું જમીન પર પછડાયું.’
(તસ્વીરમાં ડાબેથી પાઇલોટના યુનિફોર્મમાં પાકિસ્તાની પાઇલોટ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું હતું)
‘શેષ’ નામના આ વિમાનમાં સવાર બળવંતરાય મહેતા સાથે પ્લેનમાં પત્ની સરોજિની ઉપરાંત પાયલટ એમ.જે એન્જિનિયર સહિત 9 જણા મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે જ પાકિસ્તાની એરફોર્સના વિમાને આ પ્લેન પર હુમલો કર્યો. આ હુમલો એટલો જબરજસ્ત હતો કે પ્લેન ક્રેશ થયું. અને ગુજરાતના તત્કાલીન સીએમ બળવંતરાય મહેતા સહિત તમામ 9 મુસાફરો શહીદ થઈ ગયા.
You can find us on Google Play store too
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
