ગુજરાતમાં આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: મંગળવારે વચગાળાનું બજેટ રજૂ થશે
ગુજરાતનું વિધાનસભા સત્ર તા. ૧૮ સોમવારથી ૫ાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારે પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતું વચગાળાનું ચાર માસનું બજેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ સત્રના પહેલા જ દિવસે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મુલત્વી રહેશે.
સોમવારે રાજ્યપાલના પ્રવચન સાથે સત્ર પ્રારંભ થયા બાદ બીજા દિવસે નાણાં ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસને સ્પર્શતી અમુક જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવના છે. સત્રને અનુલક્ષીને વિપક્ષ કૉંગ્રેસે સરકારને આક્રમક રીતે ભીડવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વિધાનસભાના ટૂંકા સત્રમાં સોમવારે સવારે ૧૧ વાગ્યે રાજ્યપાલના પ્રવચન બાદ શોકદર્શક ઠરાવો અને સરકારી વિધેયકો રજૂ થશે. બીજા દિવસે રાજ્યપાલના સંબોધન પર ચર્ચા અને લેખાનુદાનની રજૂઆત થશે. આ વખતના સત્રમાં અમુક મહત્ત્વના ખરડા રજૂ થવાના છે જેમાં ૨૪ કલાક હોટલ-દુકાનો ખુલ્લી રાખવા માટેનો ખરડો, હાઉસિંગ બોર્ડના બહુ જૂના મકાનો તોડીને તેના સ્થાને નવા ફલેટ બનાવવાનો ખરડો તેમજ મહાનગરોમાં ડે. કમિશનર કક્ષાના અધિકારીઓની જે-તે મહાનગરને જ ભરતી કરવાની છૂટ આપવાના ખરડાનો સમાવેશ થશે.
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પૂર્વેનું આ રાજ્યનું અંતિમ વિધાનસભા સત્ર છે. બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્ર્નો વગેરેને વાચા આપી સરકારને ઘેરવા પ્રયત્નો કરશે. સત્રને અનુલક્ષીને તા.૧૮થી ૨૨ સુધી વિધાનસભા ભવન આસપાસ પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
