Gujarat: ખેડૂતોને 4311 કરોડનો પાક વીમો ચૂકવવો બાકી
આર્થિક ભીંસના સમયે સરકારે ખેડૂતોને પૂરતો પાક વીમો ય ન ચૂકવતા ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. દુષ્કાળને લીધે ખેડૂતો એકતરફ ભારે હાડમારી અનુભવી રહ્યા છે. 2018ની ખરીફ સીઝનના હજુ 33.65 ટકા દાવાઓ બાકી છે. એટલું જ નહીં કપાસની વીમાની હજુ ગણતરી જ થઇ નથી
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 2018ની ખરીફ સીઝનમાં 12.91 લાખ ખેડૂતોએ 22.37 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીના વાવેતર માટે વીમો મેળવ્યો હતો. એ પૈકી ખેડૂતોએ રૂ.365.53 કરોડનું પ્રિમીયમ ચૂકવ્યું હતુ. કેન્દ્ર અને રાજ્યએ સરખેભાગે રૂ.2667.20ની કુલ સબસિડી ભોગવી છે. આ રીતે કુલ પ્રિમિયમ રૂ. 3032.72 કરોડ ભરવામાં આવ્યું હતુ. જોકે એમાંથી અત્યાર સુધીમાં રૂ. 2038 કરોડના દાવા જ મંજૂર થયા છે.
રાજકોટ જિલ્લા બેંક વડે સમગ્ર જિલ્લામાંથી રૂ. 639 કરોડનું પ્રિમીયમ ભરાયું હોવાનો અંદાજ છે. એમાંથી ફક્ત રૂ. 319 કરોડ મગફળીના મંજૂર’ થઇને આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને પડધરી જેવા તાલુકાઓને તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે છતાં કોડીનો ય વીમો મંજૂર થયો નથી.
સમગ્ર જિલ્લાની બધી બેંકોનો રૂ. 305 કરોડનો મગફળીનો વીમો મંજૂર થયો છે. એમાંથી અમરેલી જિલ્લા બેંકનો હિસ્સો રૂ. 141 કરોડનો છે. કપાસના વીમાની હજુ ગણતરી ચાલી રહી છે.
પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેનારા રાજ્યના 49.23 લાખ ખેડૂતેની 77.34 લાખ હેકટર વિસ્તાર જમીનમાં પકવેલા ખરીફ પાક માટે આ રકમ વીમા પ્રિમિયમ પેટે ચૂકવાઇ હતી.’ 2016-17માં 19.79 લાખ, જ્યારે વર્ષ 2017-18માં રૂા.16.53 લાખ’ તેમજ ખરીફ 2018માં 12.91 લાખના પ્રિમિયમ ખેડૂતોએ ભર્યા હતા. 2016-17માં 28.42 લાખ હેકટર, વર્ષ 2017-18માં 26.56 લાખ હેકટર અને ખરીફ 2018માં 22.37 લાખ હેકટર જમીનમાં થયેલા વાવેતર માટે વીમો લેવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
