Gujarat : ૨૩મી માર્ચે કોરોનાના ૧૭૩૦ નવા કેસ જે ઓલટાઇમ સિંગલ ડે હાઇ છે
તા.૨૨મી માર્ચે ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના નવા 1640 કેસ રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ હતા, એના ૨૪ કલાકમાં જ તા.૨૩મી માર્ચે ઓલટાઇમ હાઇની સંખ્યાને પણ વટાવીને કોરોનાના નવા 1730 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે સંખ્યા અત્યાર સુધીમાં ઓલટાઈમ હાઈ છે.
એક સરેરાશ મુજબ ગુજરાતમાં દર ર4 કલાકે 72 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સાથે અમદાવાદમાં ર અને સુરતમાં ર મળી વધુ 4 દર્દીના મૃત્યુ થતા કુલ મૃતકાંક 4458 થયો છે.
નવા કેસો વધવા સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ખતરનાક ઝડપે વધી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 8318 એક્ટિવ કેસ છે. જ્યારે 76 દર્દી વેન્ટીલેટર પર છે. આ સાથે 1255 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા ડીસ્ચાર્જડ દર્દીની સંખ્યા 2.77 લાખને પાર થઈ છે.
વિતેલા ર4 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા 1730 કેસ પૈકી સુરતમાં 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 140, ગાંધીનગરમાં 36, ભાવનગરમાં 31, જામનગરમાં 36, જૂનાગઢમાં 8, ખેડામાં 24, કચ્છમાં 19, મહેસાણામાં 16, ભરૂચ અને આણંદમા 15-15, દાહોદ અને સાબરકાંઠામાં 14-14, નર્મદામાં 13, અમરેલીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠા અને મહાસાગરમાં 9-9, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 7-7, તાપીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, છોટા ઉદેપુરમાં 4, અરવલ્લી અને નવસારીમાં 3-3, બોટાદ અને ગીર સોમનાથમાં ર-2, પોરબંદરમા 1 કેસ નોંધાયો છે.
નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના 11માંથી પાંચ-છ જિલ્લામાં દિવસો સુધી કોરોનાનો એક પણ નવો કેસ દેખાયો ન હતો. હવે ફરીથી તમામ 11 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વધુ’ 253 કેસ નોંધાયા છે. જેમાંથી ફક્ત રાજકોટમાં જ અડધાથી વધુ 140 કેસ બન્યા છે. તેમાં પણ 117 કેસ ફક્ત રાજકોટ શહેરમાં જ બનવા પામ્યા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં આજે નવા પાંચ મળી 48 કલાકમાં 10 કેસ નોંધાતા તંત્રની ચિંતામા વધારો થયો છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


