SCમાં Guj Govt : 1600MT જરુરિયાત કેન્દ્રે 975MT ઓક્સિજન જ આપ્યો
દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવાર, તા.9 મે 2021ના રોજ જવાબ રજૂ કર્યો હતો. સોગંદનામા સ્વરૂપના ગુજરાત સરકારના જવાબમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે જણાવ્યું કે તા.5 મે 2021ના રોજ ગુજરાતમાં 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. પણ દિલ્હીની કેંદ્ર સરકાર તરફથી ગુજરાતને માત્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.
મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.
ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
