CIA ALERT

ગુજરાત લોકડાઉન : 1.51 લાખ પોલીસ કેસ, 27,000ની ધરપકડ

Share On :

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.  

શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.

રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે.

રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :