Gujarat on 5/7 : ૭૧૨ના નવા વિક્રમી Cases : મૃત્યુ ૨૧
છેલ્લા ચોવીસ કલાકમાં ૮૪૮૧ ટેસ્ટ થકી નવા વિક્રમી ૭૧૨ પોઝિટિવ દર્દીઓને શોધવામાં સફળતા મળી હોવાનો રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે અલબત્ત, સારવાર હેઠળ રહેલા ૨૧ દર્દીઓએ જાન ગુમાવ્યો છે.
આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણાં ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. પરંતુ હકીકત એ છે Fકે જિલ્લાઓ, તાલુકાઓમાં નોંધાતા કેસને ગાંધીનગરના સરકારી ચોપડે ઉમેરવામાં ‘કન્ટ્રોલ્ડ’ પ્રોસીઝર અપનાવાય છે. આને કારણે સુરતમાં રોજેરોજ નોંધાતા કેસ અને મૃત્યુના સ્થાનિક આંકડા તેમજ આરોગ્ય વિભાગના બુલેટીનમાં ઘણો ફેર રહે છે એમ છતાં શનિવારે સુરતે અત્યાર સુધીનો સૌથી વધારે કેસનો વિક્રમ સર્જ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૨૦૧ કેસ અને ચાર દર્દીના મૃત્યુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવન કેસ જાહેર કરાયા છે. આમ, સુરતનો કુલ કેસનો આંક ૨૫૩ રહ્યો છે. આજ રીતે અમદાવાદ શહેરમાં બે મહિના પછી પોઝિટિવ દર્દીનો આંક ૧૬૫ સુધી સીમિત રહ્યો છે. જ્યારે ગ્રામ્યનો આંક ૭ કેસનો રહ્યો છે. આમ, કુલ કેસ ૧૭૨ થાય છે અને મહાનગરમાંથી સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ૯ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
સુરતની જેમ સૌથી મોટો આંક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ કેસ મહાનગરના અને ૩૬ કેસ જિલ્લાના નોંધાયા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કેસને અન્યથા લઇ ધીમે ધીમે સરકારી ચોપડે દર્શાવાતા હોવાની ચર્ચા લોકમુખે શરૂ થઇ છે એની પાછળનું કારણ પાંચ દર્દીઓના એક જ દિવસે થયેલા મૃત્યુ છે. આ મૃત્યુને ત્રીજા દિવસે જાહેર કરાયા છે આજે રાજકોટ મહાનગરમાં ચાર દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. આ વાસ્તવમાં ત્રણ દિવસ પૂર્વે જાહેર થયા હતા.
આ જ પ્રમાણે, અન્ય મહાનગરો, જિલ્લાઓમાં પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે જૂનાગઢમાં આઠ કેસ બપોર સુધીમાં જાહેર થયેલા હતા. આ પછી સાંજે વધુ ૨૫ કેસ જાહેર થયા હતા. પરંતુ આજેય સરકારી ચોપડે ૧૦ કેસ જ જાહેર થયા છે. એમાં નવ કેસ મહાનગરના અને એક કેસ ગ્રામ્યનો છે. આવું જ અન્ય જિલ્લાઓમાં જાહેર થતાં પોઝિટિવ કેસ અને રાજ્ય સરકારના ચોપડે દર્શાવાઇ રહ્યું છે.

Gujarat on 4/7 : 689 કેસ : CM-DyCM સુરતમાં
રાજ્યમાં કોરોનાના કેસો રોજેરોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 689 દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે વધુ 18 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 204-204 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના લીધે 10 અને સુરતમાં 5 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. રાજ્યમાં હાલમાં અઢી લાખ કરતા વધુ લોકો કોરેન્ટાઇન કરવામાં આવેલા છે.
રાજ્યમાં 3 July 2020 કોરોનાના નવા 687 દર્દી નોંધાયા છે અને 340 સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 395873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા નવા 687 કેસોનો નવો વિક્રમ છે. રોજેરોજ કેસોનો આંકડો નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
3 July 2020 નોંધાયેલા નવા 687 કેસો પર નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 195 કેસ અને જિલ્લામાં 9 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 190 કેસ અને જિલ્લામાં 14 કેસ મળી કુલ 204 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત પછી વડોદરા કોર્પોરેશનમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ મળી કુલ 62 કેસ થયા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 26 કેસ, ખેડામાં 14, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, પંચમહાલમાં 13, જામનગરમાં 13, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે.

Gujarat on 3/7 : 681 કેસ : સુરતમાં વકરી રહેલી સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા છે તો વધુ 563 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 થયો છે.
રાજ્યમાં 2 July તારીખે કુલ એક્ટિવ કેસનો આંકડો 7510 જેમાથી 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 7442 સ્ટેબલ દર્દીઓ છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 24601 લોકોને ડીસ્ચાર્જ અને 1888 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
2 July : સતત પાંચમા દિવસે કોરોનાના 600+ Cases, કુલ 33318
અનલોક-2 પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે. મહામારીના સમયમાં ભારતમાં સતત 8 દિવસથી રોજ 15000 ઉપર કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં સતત પાંચમા દિવસે 600થી વધુ એટલે કે 675 કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33318 પણ થઈ છે.

રાજ્યમાં 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે તો વધુ 368 દર્દીઓ પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 7411 થયો છે અને 73 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7348 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન છે અને 3290 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા અને અમરેલીમાં 1-1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, અરવલ્લી અને બનાસકાંઠામાં 1-1, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને ભરુચમાં 1-1 તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં પણ 1-1 એમ કુલ 21 લોકો સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 1869 થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
