Gujarat કોરોના અપડેટ 1 જુલાઇ : નવા ૬૨૦ કેસ : ૨૦ મૃત્યુ

ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.
અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.
ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.
વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.
અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.
આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
