CIA ALERT

18/4/20 @ 11am : ગુજરાત-1099 : અમદાવાદ-590 : વડોદરા-137 : સૂરત-102

Share On :

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1127

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 17 April 2020

અમદાવાદમાં દર 24 મિનિટે એક કેસ : સૂરતમાં કેસોની સદી : સ્વયંશિસ્તનો અભાવ કરફ્યુ તરફ દોરી રહ્યો છે : શાકભાજી અને ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

તા.17મી એપ્રિલે સવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1000 ને પાર થઇને 1021 પર પહોંચી હતી. સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે 590, બીજાક્રમે વડોદરા ખાતેથી 137 અને ત્રીજા ક્રમે સૂરતમાં 102 કેસો થયા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,021 પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં સમગ્ર રાજ્યમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદના 1, ભરુચના 8, બોટાદના 3, છોટા ઉદેપુરના 1, દાહોદના 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ જિલ્લાના 2 અને પાટણ જિલ્લાના 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં બે દર્દીઓના મોત થયા છે, જેમાં એક વડોદરા અને બીજા અમદાવાદના રહેવાસી હતા. આ બંને દર્દ હાયપર ટેન્શનની બીમારી પણ ધરાવતા હતા. હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ 901 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે વેન્ટીલેટર સપોર્ટ પર હોય તેવા દર્દીઓની સંખ્યા 8 છે. રાજ્યમાં અત્યારસુધી 74 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 38ના મોત થયા છે.

સૂરત શહેરમાં 17મી એપ્રિલે સવારે સૂરત મ્યુનિ. કોર્પોરેશને આપેલી સત્તાવાર ડિટેઇલ

સૂરતમાં શાકભાજી ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

સૂરત શહેરની વાત કરીએ તો શાકભાજી અને ફ્રુટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી. લોકો ગમે ત્યારે શાકભાજી, ફ્રૂટ લેવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. જે લોકો ખાણીપીણીના ધંધામાં હતા, એ બંધ થતા હવે એવા તમામે, તેમજ બેરોજગાર થયેલા મજૂરો, લેબર તમામે મોટા ભાગે શાકભાજી અને ફ્રુટ્સના ધંધા શરૂ કરી દીધા છે. શહેરના મુખ્યમાર્ગોથી લઇને સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોની બહાર, દરેક નાના મોટા ચાર રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શાકભાજી, ફ્રુટવાળાઓની રેકડીઓ, લારીઓ, સાઇકલ લારીઓ, ફૂટપાથો પર ઢગલા જોવા મળે છે. આ લોકોને કારણે લોકો ગમે ત્યારે લૉકડાઉન છે એવી સ્વયંશિસ્ત જાળવ્યા વગર ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે.

Gujart update on 17 April 11 am

અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનિટે એક કેસ મળ્યો

અમદાવાદની સ્થિતિ વિકટ હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શ્રી વિજય નેહરાએ જમાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 302 નવા કેસો નોંધાયા હતા. પાંચ દિવસ પૂર્વે અમદાવાદમાં 242 કેસો હતા. જેમાં 302 ઉમેરાયા. અમદાવાદમાં દરરોજ 60.4 કેસો મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ ખાતે દર 24 મિનિટે કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં આગામી દિવસોમાં દૈનિક 100 કેસો પણ મળવા સંભવ છે કેમકે અમદાવાદ ખાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરવામાં આવ્યું છે. કરફ્યુ મૂકાયો હોવા છતાં અમદાવાદના વિસ્તારોમાં લોકો બેરોકટોક બહાર નીકળી રહ્યા છે.

ગુરુવારે ગુજરાતમાં 163 કેસો મળી આવતા ચિંતાનું મોજું

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 929એ પહોંચી ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા હતા, તેમાંથી 53 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાળુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવા વિસ્તારમાં આ કેસો નોંધાયા છે.

ગુરુવારે રાત્રે 8 વાગ્યે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જે નવા 58 કેસ નોંધાયા છે, તેમાંથી એકલા અમદાવાદના જ 53 કેસ છે. આ ઉપરાંત સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 58 નવા કેસો નોંધાયા છે, તેમાં 34 પુરુષો અને 24 મહિલાઓ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 9 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે રાજ્યમાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ધંધા-રોજગારોને 20મીથી છૂટછાટ

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે તેમજ ૨૦મી પછી હોટસ્પોટ અને કોરોના રેડ ઝોન સિવાયના જિલ્લાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની આ જાહેરાત મુજબ ઉદ્યોગ અને વાણિજ્યીક સેક્ટરોને શરતી છૂટછાટ આપવાનું નકકી કર્યું છે.

ગુજરાતમાં પણ તા. ૩જી મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે ત્યારે આ છૂટછાટ ક્ધટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. વાણિજ્યીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિ. કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના ડભોઈમાં પાન મસાલા ચોરનારને કોરોના પોઝિટિવ, ઝબ્બે કરનાર પોલીસ પણ સંક્રમણનો શિકાર

વડોદરાના ડભોઇ ખાતે તાજેતરમાં લૉકડાઉન દરમિયાન કરીયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ઝડપી પાડ્યા હતા આ લૂંટ કરનારા બે પૈકી એકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે તેને પકડનાર પોલીસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોલીસ જવાનનો પણ કેસ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં નિરાશા ફરી વળી હતી.

હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.

દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર

ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.

16 April : દેશમાં કોરોનાના ૧૨૩૮૦ દર્દીઓ, છેલા ૨૪ કલાકમાં ૯૪૧ નવા કેસ 

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે. હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

World update

દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :