ગુજરાતનું જાહેર દેવું ૫ાંચ વર્ષમાં ૬૭.૮૩૨ કરોડ વધ્યું
રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
