GSTથી સપ્ટેમ્બર 2018 માં 94,442 કરોડ રૂપિયાની આવક

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.
- સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


