GSTનાં નવાં સરળ ફોર્મ પહેલી એપ્રિલ 2019થી અમલી
- સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો
- ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે

જીએસટી (ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ)ના નવા સરળ ફોર્મ પહેલી એપ્રિલ 2019થી અમલી બનશે, તેમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ તા.4 ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. સરકાર જીએસટી કલેક્શનનો અંદાજિત લક્ષ્યાંક હાંસલ કરશે. મહેસૂલ વિભાગને કરવેરાની ચોરી કરતા એકમોની માહિતી મળી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સરકારને જીએસટી પેટે 7.76 લાખ કરોડની આવક થઈ છે. બજેટ 2018-’19ના અંદાજમાં જીએસટી કલેક્શન પેટે ₹13.48 લાખ કરોડની આવકનો અંદાજ મુકાયો છે, જે મુજબ માસિક લક્ષ્યાંક ₹1.12 લાખ કરોડ થાય છે.
કેન્દ્રની તિજોરીને નવેમ્બર-2018માં ₹4,000 કરોડની ખોટ પડી છે. હાલમાં માસિક જીએસટી વસૂલી લક્ષ્યાંક ₹1 લાખ કરોડની આસપાસનો છે. સરકાર તેમાં વધારીને ₹1.10 લાખ કરોડ સુધી લઈ જવાનું આયોજન ધરાવે છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન ₹97,637 કરોડ હતું.
ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સ્થાપના દિને પત્રકારો સાથેની વાતચીતમાં મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે રિફંડની પ્રક્રિયાને વધારે સરળ કરીને પૂર્ણપણે ઓનલાઇન અને ટેક્સપેયર ફ્રેન્ડલી કરવામાં આવશે. તેમને જ્યારે રિટર્નના સરળ ફોર્મ અંગે પૂછવામાં આવ્યું તો પાંડેએ જણાવ્યું હતું કે અમે પહેલી એપ્રિલને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. જુલાઈમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો. આ ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


