જીવનજરૂરીયાતની 33 ચીજવસ્તુઓ પર GST સ્લેબ ઘટ્યો
- 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
- 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
- ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
- સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
- રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18 જીએસટી
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.
વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.
આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.
જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


