CIA ALERT

અમૃતસરના નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલો, 3નાં મોત, 15 ઘાયલ

Share On :

આતંકી હુમલાની આશંકાને લઈ સમગ્ર પંજાબમાં હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે આજે સવારે પોણા અગિયારના સુમારે અમૃતસરના નિરંકારી ભવન ખાતે ચાલી રહેલા સત્સંગ દરમિયાન બાઇક પર આવેલા બે હુમલાખોરો એ એક ગ્રેનેડ ફેંકીને હુમલો કરી નાસી ગયા હતા. અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકાવાની ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ સત્સંગીઓના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કર્યું. મળતી માહિતી પ્રમાણે સવારે 11 વાગ્યાની આસપાસ બે બાઈક સવારો નિરંકારી ભવનમાં આવ્યા, જેમણે પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા.

હાલ ફોરેન્સિક ટીમ સહિત પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં વિદેશી કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાની સંભાવના સેવાય રહી છે. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. હુમલો કોણે કરાવ્યો, શા માટે થયો તેની કોઈ માહિતી હજી સામે નથી આવી.  પરંતુ કેટલાક દિવસોથી સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં એલર્ટ છે.

ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ કરનારા જાકિર મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઈનપુટ છે કે જાકિર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યાં હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યાં હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :