મોદીના પેકેજની પહેલી જાહેરાતમાં MSME માટેની જોગવાઇઓ વાંચો : મુદ્દાસર રિપોર્ટ

તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.
આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
– MSME એમએસએમઈ ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે.
– MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે.
– 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે.
– જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.
– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં
આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય
કર્યો છે.
– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે.
– પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.
– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.
– આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
