Gujarat : અનલૉક 1.0 ની ગાઇડલાઇન્સ
કેન્દ્ર સરકાર તરફથી ૧ જુનથી ૩૦ જુન સુધીની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણ ફેઝમાં હોટલ, રેસ્ટોરન્ટ,ધાર્મિક સ્થળો સિવાય અન્ય વસ્તુઓ ખોલવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ લોકડાઉન ૫.૦ના અનલોક ૧.૦ને લઇ મહત્વ જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં એસટી બસ ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષાઓ પણ દોડતી થશે જેમાં ૨ વ્યક્તિઓને બેસાડી શકાશે.
અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તે આ મુજબ છે :
• કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
• કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
• સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
• સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે બસ સેવા શરૂ થશે.
• સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
• સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
• મોટરસાયકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત
• મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
• સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ
• સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
• ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે
• હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય
• કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
• આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરવામાં આવશે.
• શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય, માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.
લૉકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલૉક-૧માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


