GJEPCએ સાઉદી અરેબિયામાં સપ્ટેમ્બરમાં યોજાનારા SAJEXની બે કર્ટેન રેઇઝર ઇવેન્ટ લોંચ કરી

જીજેઈપીસીએ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસો વધારવા માટે 1.1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતા સાઉદી અરેબિયાને લક્ષ્ય બનાવ્યું
સાઉદી અરેબિયામાં વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેરનું લોન્ચિંગ કર્યું
કિંગડમ ઓફ સાઉદી અરેબિયામાં સૌપ્રથમ સમર્પિત બીટુબી જેમ એન્ડ જ્વેલરી શૉ
ભારતમાં રત્નો અને ઝવેરાતોના વેપારની સર્વોચ્ચ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, રિયાધમાં ભારતના દૂતાવાસ, જેદ્દાહમાં ભારતની કોન્સ્યુલેટ જનરલ અને દુબઇ જ્વેલરી ગ્રુપના સહયોગથી 6 જુલાઇએ જેદ્દાહમાં અને 8 જુલાઈ 2025ના રોજ રિયાધમાં બે કર્ટન-રેઝર ઇવેન્ટ્સ દ્વારા સફળતાપૂર્વક SAJEX – The Saudi Arabia Jewellery Expositionનું લોન્ચિંગ કર્યું હતું.
આ બંને ઇવેન્ટ્સને ટોચના રિટેલર્સ, હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ સહિતના 280થી વધુ મુખ્ય સાઉદી હિતધારકો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો હતો.

નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવવા અને વણખેડાયેલી તકો ખોજવા માટેના તેના સતત પ્રયાસોનાભાગરૂપે જીજેઈપીસી 1.1 ટ્રિલિયન ડોલરનો જીડીપી ધરાવતા ગલ્ફના સૌથી મોટા અર્થતંત્ર સાઉદી અરેબિયાની વિકાસની સંભાવનાઓ અનલોક કરી રહી છે. 2024માં તેના જ્વેલરી માર્કેટનું કદ 4.56 અબજ યુએસ ડોલર હતું જે 2030 સુધીમાં વધીને 8.34 અબજ યુએસ ડોલર થવાની ધારણા છે. સાઉદી અરેબિયા સમકાલિન અને વૈભવી ઝવેરાતો માટેના મુખ્ય સ્થળ તરીકે ઝડપથી ઊભરીરહ્યું છે. યુવા, શહેરી વસ્તી અને ગતિશીલ રિટેલ માહોલ 18 કેરેટ અને 21 કેરેટ પ્લેન ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી તથા પ્રીમિયમ ડિઝાઇન આધારિત પ્રોડક્ટ્સ માટેની માંગમાં વધારો કરી રહ્યો છે. આના પરિપ્રેક્ષ્યમાં SAJEXભારત-સાઉદી અરેબિયા સંબંધોને મજબૂત બનાવવા તથા મધ્યપૂર્વ અને અન્ય પ્રદેશોમાં ભારતની જ્વેલરીની હાજરીને વિસ્તારવા માટે મહત્વનું વ્યૂહાત્મક પગલું છે.
SAJEX 2025 આઇકોનિક જેદાહ સુપરડોમ ખાતે 11થી 13 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે.
ધ વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેર તરીકે સ્થિતSAJEX જ્વેલરી સેક્ટરમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના લાંબા ગાળાના સંબંધોની શરૂઆત દર્શાવે છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટેના ગ્લોબલ હબ ગણાતું ભારત આ પ્લેટફોર્મ પર તેની અદ્વિતીય કારીગરી, અત્યાધુનિક ડિઝાઇન અને ઉત્પાદનની નિપુણતાને ગર્વભેર દર્શાવશે. આ પ્લેટફોર્મ પરમાં ભારત, સાઉદી અરેબિયા, યુએઇ, તુર્કી, હોંગકોંગ અને લેબનોનના 250થી વધુ બુથોમાં 200થી વધુ અગ્રણી એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ ઇવેન્ટમાં 2,000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોવા મળશે અને ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ એમ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ કલેક્શન્સ તેમજ અત્યાધુનિક જ્વેલરી ટેક્નોલોજી રજૂ થશે.
SAJEX ને બધાથી અલગ બનાવે છે તેનું લાંબા ગાળાનું વિઝન જે કિંગડમના ઉભરતા બજાર માટે જ બનાવાયેલા ખાસ બીટુબી પ્લેટફોર્મ થકી સાઉદી રિટેલર્સ અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો વચ્ચે કાયમી ભાગીદારી બનાવવા માટે છે. આ પ્રયાસના કેન્દ્રમાં વર્લ્ડ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે જે જીજેઈપીસી અને સાઉદી અરેબિયાના રોકાણ મંત્રાલય દ્વારા સંયુક્તપણે આયોજિત છે. આ ઉચ્ચ સ્તરીય ફોરમ સરકારી અગ્રણીઓ, ગ્લોબલ બ્રાન્ડ્સ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાંતોને સમગ્ર જ્વેલરી વેલ્યુ ચેઇનમાં વ્યૂહાત્મક તકો ખોજવા માટે સાથે લાવશે જે સાઉદી અરેબિયાને જ્વેલરી
ડિઝાઇન, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે ભવિષ્યનું હબ બનાવે છે.
જેદ્દાહ ખાતે SAJEXના કર્ટેન રેઝરમાં જેદ્દાહ ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરી,જેદ્દાહ ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન એન્જિનિયર રઇદ ઇબ્રાહિમ અલમુદૈહીમઅને જેદ્દાહ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી શેખ અલી બતારફી અલ કિંદી, જીજેઈપીસી લીડરશિપ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રિયાધ કાર્યક્રમમાં સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત મહામહિમ ડો. સુહેલ અજાઝ ખાન,રિયાધ ચેમ્બરના સેકન્ડ વાઇસ ચેરમેન શ્રી અજલાન સાદ અલાજલાન,એશિયન દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયામક શ્રી ફલેહ જી. અલમુતૈરીઅને સુશ્રી મનુસ્મૃતિ, કાઉન્સેલર (આર્થિક અને વાણિજ્યબાબતો), જીજેઇપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલી,રાષ્ટ્રીય પ્રદર્શનોના કન્વીનર શ્રી નીરવ ભણસાલીઅને જીજેઈપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી જીજેઈપીસી પહેલ વિશે સાઉદી અરેબિયારાજ્યમાં ભારતના રાજદૂત ડો. સુહેલ એજાઝ ખાને જણાવ્યું હતું કેભારત અને સાઉદી અરેબિયા વ્યૂહાત્મક અને ઊંડા મૂળિયાવાળા સંબંધો ધરાવે છેઅને SAJEX આ વિકસતા બંધનને દર્શાવે છે. તે માત્ર ભારતની ડિઝાઇન શ્રેષ્ઠતાની ઉજવણી નથી પણ લક્ઝરી સેગમેન્ટમાં ઊંડા વ્યાપારી સહયોગનો પ્રવેશદ્વાર પણ છે. આ પહેલ દ્વિપક્ષીય ભાગીદારી માટે નવા માર્ગો ખોલે છે, કારીગરી દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનને આગળ ધપાવે છે અને સાઉદી અરેબિયાના વિઝન 2030 લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપે છે. જવેલરી જેવા ઉચ્ચ-મૂલ્યવાળા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ આવા કેન્દ્રિત પ્રયાસો જોઈને આનંદ થાય છે.
જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરીએ જણાવ્યું હતું કેSAJEX 2025 માત્ર એક પ્રદર્શન કરતાં વધુ છે. તે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતી ભાગીદારીનું પ્રતીક છે. ભારતના ઝવેરાત કારીગરીના વારસા અને લક્ઝરી રિટેલમાં સાઉદી અરેબિયાના વધતા વૈશ્વિક પ્રભાવ સાથે, આ પ્લેટફોર્મ એક જીવંત અને સહયોગી જ્વેલરી ઇકોસિસ્ટમ માટે મંચ તૈયાર કરે છે. કોન્સ્યુલેટ આ પહેલને સમર્થન આપતા ગર્વ અનુભવે છે જે ફક્ત દ્વિપક્ષીય વેપારને જ ગાઢ બનાવતી નથી પરંતુ સાંસ્કૃતિક અને વ્યાપારી તાલમેલની શક્તિનું પણ પ્રદર્શન કરે છે.
જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કેગતિશીલ વૈશ્વિક વેપાર વાતાવરણ વચ્ચે, SAJEX એ સાઉદી અરેબિયા જેવા ઉચ્ચ-સંભવિત બજારોમાં ભારતની જ્વેલરી એક્સપોર્ટને વિસ્તારવા તરફ એક સક્રિય પગલું છે. તેની વિકસતી લક્ઝરી રિટેલ ઇકોસિસ્ટમ, યુવા ગ્રાહકો અને ડિઝાઇન-આધારિત સોના અને હીરાના ઝવેરાત માટેની મજબૂત ભૂખ સાથે, કિંગડમ ભારતીય ઉત્પાદકો માટે એક ઉત્તેજક સીમા રજૂ કરે છે. SAJEX ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક સહિયારી યાત્રાની શરૂઆત કરે છે અને બંને રાષ્ટ્રોને એક પ્રબળ શક્તિ તરીકે સ્થાન આપે છે.
ભારત જેમ્સ એન્ડ જ્વેલરીના અગ્રણી વૈશ્વિક સપ્લાયર તરીકે, વાર્ષિક 32 બિલિયન ડોલરની નિકાસ કરે છેઅને સાઉદી અરેબિયાનું જ્વેલરી માર્કેટ 2030 સુધીમાં લગભગ બમણું થઈને 8.34 બિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે.આ ભાગીદારી ઉદ્યોગને ફરીથી આકાર આપવા અને સમગ્ર પ્રદેશ અને તેનાથી આગળ સહયોગ, નવીનતા અને વૃદ્ધિ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે.
SAJEX 2025ની ખાસિયતોઃ
- તારીખ અને સ્થળ: 11થી 13 સપ્ટેમ્બર 2025, જેદ્દાહ સુપરડોમ
- સહભાગીઓ: 250થી વધુ બૂથ પર 200થી વધુ અગ્રણી પ્રદર્શકો
- પ્રતિનિધિત્વ: સાઉદી અરેબિયા, ભારત, યુએઈ, તુર્કી, હોંગકોંગ, લેબનોન
- ખરીદદારો: 2,000 થી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ખરીદદારોની અપેક્ષા છે
- પ્રોડક્ટ રેન્જ: ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન
ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ
કલેક્શન્સ અને જ્વેલરી ટેકનોલોજી - સુવિધાઓ: નોલેજ ટૉક્સ, ડિઝાઇન એટેલિયર, ક્યુરેટેડ નેટવર્કિંગ, સ્ટ્રેટેજિક ટાઇ-અપ્સ, વર્લ્ડ
જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ
SAJEX એક ગેમ-ચેન્જર બનવાની અપેક્ષા છે, ફક્ત એક ટ્રેડ પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક
સહયોગ, નવીનતા અને રોકાણ દ્વારા રાજ્યના જેમ અને જ્વેલરી ઉદ્યોગને પરિવર્તિત કરવા માટે
ઉત્પ્રેરક તરીકે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
