ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણિયા રેન્જના સરસીયા વીડીના સમરડી વિસ્તારમાં વસતા ર૧ ગીર કેસરીની ડણક કાયમ માટે શાંત બની ગયાની વનતંત્રએ સોમવારે નફ્ફટ કબૂલાત આપી હતી. ૧૯ સપ્ટેમ્બર 2018 થી ૧ ઓકટોબર 2018 એટલે કે ૧ર દિવસમાં ર૧ સિંહોના રામ રમી ગયા છે. ગીર જંગલના ઇતિહાસમાં ટૂંકાગાળામાં ર૧ સાવજોનું ગ્રુપ આખે આખું ઇન્ફેકશન અને ઇનફાઇટમાં મોતના મુખમાં ધકેલાઇ ગયાનો વનવિભાગે એકરાર કર્યો છે.
દલખાણિયા રેન્જ હેઠળના સરસીયા વીડી પાસેના સમરડી વિસ્તારમાં ટહેલતા ર૧ ડાલામથ્થાઓનું જૂથ ૧ર દિવસના ટૂંકાગાળામાં તરફડીને મોતને ભેટયા હતા. વનવિભાગે ર૦ સપ્ટેમ્બરે ૧૧ સિંહોના મોત થયાનું જાહેર કર્યુ હતું.
ત્યારબાદ આ ગ્રુપના અન્ય સિંહોને સારવાર માટે જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરિમયાન 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ૧૬ સાવજોની ગર્જના કાયમી માટે શાંત બની ગઇ હતી. દરમિયાન તા.30મી સપ્ટેમ્બર 2018ના રોજ વનવિભાગે ૧૯ સપ્ટેમ્બરથી થી ૧ ઓકટોબર દરમિયાન ર૧ સિંહોના મોત થયાનું નફ્ફટ કબૂલાત કરી હતી. તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સિંહ-સિંહણ અને સિંહ બાળ મળી ર૧ના મોત થયાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ જશાધાર રેન્જમાં સારવાર હેઠળ રહેલા અને મોતને ભેટેલા ૪ ડાલામથ્થાના મૃતદેહમાંથી વાયરસ મળી આવ્યા હતા. જેની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયા છે. દલખાણિયા વિસ્તારના ટહેલતા ૭ સિંહોના સમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ૧૪ સિંહના જશાધાર રેન્જમાં સારવાર દરમિયાન મોત થયાનું સોમવારે વનવિભાગે સ્વીકાર્યુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
