વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ અને કેપિટલ સબસિડીના પડતર કેસોનો નિકાલ કરવા ફોગવાની રજૂઆતો
જીએસટી ક્રેડિટ લેપ્સના મુદ્દા પર થાકી જવાય એટલી રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરી ચૂકેલા ફોગવાએ હવે 2012 અને 2015ની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે સ્થાનિક વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ સબસિડી અને કેપિટલ સબસિડીના જે પડતર કેસો છે તેને તાત્કાલિક અસરથી રિલીઝ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને રજૂઆતો કરી છે.

ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાળાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે ગઇ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ ફોગવાનું પ્રતિનિધિ મંડળ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને મળ્યું હતું ત્યારે ભૂતકાળની પોલીસી અન્વયે પડતર કેસો અંગેના મુદ્દા પર પણ વાટાઘાટો થઇ હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ફોગવાએ કેટલાક મુદ્દાઓ સમાવિષ્ટ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે.
ઇન્ડસ્ટ્રીલય પોલિસી 2015, ટેક્સટાઇલ પોલિસી 2012 અને નાના અને મધ્યમકદના ઉદ્યોગ માટેની ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ 2009 ઓફલાઇન અન્વયે અંદાજે રૂ.650 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી રહે છે. જો આ ચૂકવણી થાય તો સેંકડો કારખાનેદારોને અટકી ગયેલો લાભ ફરીથી મળી શકે તેમ છે.
ધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2015 અન્વયે એપ્રિલ 2017 બાદ સુરત ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાં લાગુ થયેલા નવા કેસોને પણ મંજૂરી આપવાની બાબત પેન્ડીંગ છે, જો આ કામ હાથ પર લેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર અપડેશનની કાર્યવાહીને વેગ મળી શકે તેમ છે.
નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 2009માં લાગૂ કરવામાં આવેલી ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમના કેસીસમાં હજુ સુધી સેંકશન થયેલી ફાઇલ્સ માટે ફંડ એલોકેશન કરવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી આ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ મુદ્દાને પણ તાત્કાલિક રીતે ઉકેલવાના પ્રયાસો થવા જોઇએ.
તા.13મી જુલાઇ 2016ના રોજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતો કે જેમાં સબસિડી આપવાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી, પરંતુ, ડીઆઇસીમાં ફાઇલ્સ ગેરવલ્લે થવાને કારણે લાભાર્થીઓ સુધી લાભ પહોંચી શક્યા નથી. આ મામલામાં પણ દરમિયાનગીરી કરવા માટે ફોગવા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


