સૌરાષ્ટ્રના 5 જિલ્લા, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર કોરોના વાઇરસથી મુક્ત
સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાંથી ૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો જ કર્યો નથી. પરંતુ આ જિલ્લાવાસીઓએ સાવચેતી, સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ જરૂરી છે. જો ક્યાંય ચૂક રહી જશે તો કોરોના આ જિલ્લાઓની બોર્ડર પણ પાર કરી અંદર આવી જશે.
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાએ હજુ સુધી પગપેસારો કર્યો નથી. જ્યારે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાને કારણે હજી સુધી કોઈનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોનાના એપી સેન્ટર ગણાતા ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને તેમા બે ના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનામુક્ત આ પાંચ જિલ્લામાં લોકોની સાવચેતી અને લોકડાઉનનું પાલન કર્યું તે મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જ પોલીસે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી હતી. હવે તો એક ગામથી બીજા ગામે પણ નથી જવા દેતા. જેને કારણે લોકોના સંપર્ક નથી થતા અને ચેઇન તૂટી છે. આથી લોકોએ પણ આમ જ પાલન કરવાનું છે જેથી કોરોનાથી દૂર રહી શકે અને આંતરરાજ્યની જેમ આંતર જિલ્લા બોર્ડર બંધ થતા લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગ્યો હતો. આથી કોરોનાનું સંક્રમણ થતું અટક્યું છે. લોકો હજુ આ જ સાવચેતી રાખે અને લોકડાઉનનું પાલન કરશે તો કોરોનાની ચેઇન તમારા જિલ્લાની બોર્ડરને સ્પર્શ પણ નહીં કરી શકે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરો અને પોલીસ, આરોગ્ય વિભાગને બનતો સહયોગ આપો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
